Home Health-lifestyle Soaked Almond Benefits Gujarati

એક મહિના સુધી રોજ 5 પલાળેલી બદામ ખાવાથી શું થાય છે? : જાણો શરીરમાં કેવા બદલાવ જોવા મળશે

Eating Soaked Almonds Daily
Published by: Viral Patel
Last Updated: May 16, 2026, 09:59 AM IST

Eating Soaked Almonds Daily: બદામ સ્વાસ્થ્ય માટે સૌથી ફાયદાકારક ડ્રાયફ્રૂટ્સમાંથી એક છે. બદામમાં હેલ્ધી ફેટ્સ, વિટામિન્સ, પ્રોટીન અને મિનરલ્સ મળી આવે છે. તેમાં ખાસ કરીને મેગ્નેશિયમ અને વિટામિન E હોય છે, જે શરીરને એક નહીં પણ અનેક ફાયદા આપે છે. બદામમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ઓછું હોય છે અને તેનાથી હેલ્ધી ફેટ્સ પણ મળે છે. આ જ કારણે અવારનવાર બદામ ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ, શું તમે જાણો છો કે જો રોજ 5 પલાળેલી બદામ (Soaked Almonds) ખાવામાં આવે તો સ્વાસ્થ્ય પર શું અસર થાય છે? અહીં જાણો એક મહિના સુધી રોજ 5 પલાળેલી બદામ ખાવાથી શરીરમાં કેવા ફેરફારો થાય છે.

બંગાળની ઝાલમૂડી પછી ચર્ચામાં આવી ઝારખંડની છિલકા રોટી : શું તમે ક્યારેય ચાખ્યો છે આ જોરદાર વાનગીનો સ્વાદ

રોજ 5 પલાળેલી બદામ ખાવાના ફાયદા

પાચનતંત્ર માટે ફાયદાકારક

સૂકી બદામ પચવામાં ભારે પડી શકે છે, પરંતુ પલાળેલી બદામ પાચનક્રિયાને સુધારે છે. બદામને પલાળવાથી તેમાં રહેલા ટેનિન્સ અને ફાઈટિક એસિડનું પ્રમાણ ઘટે છે, જેના કારણે તે સરળતાથી પચી જાય છે અને પેટ ફૂલવા (બ્લોટિંગ) જેવી સમસ્યાઓથી બચાવે છે.

એનર્જી લેવલ વધારે છે

બદામ ઇન્સ્ટન્ટ એનર્જી બૂસ્ટર સાબિત થાય છે. તેમાં રહેલા હેલ્ધી ફેટ્સ, પ્રોટીન અને ફાઈબરના કારણે શરીરમાં આખો દિવસ ધીમે-ધીમે ઉર્જા રીલીઝ થતી રહે છે. આનાથી દિવસભર એનર્જી લેવલ જળવાઈ રહે છે.

અઢળક સોનું હોવા છતાં કેમ દુબઈના શેખો નથી પહેરતા ગોલ્ડ? : કારણ જાણીને તમે પણ ચોંકી જશો

ત્વચા માટે ગુણકારી

બદામમાં વિટામિન E હોય છે, જે ત્વચા માટે એક પાવરફુલ એન્ટી-ઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. તે ત્વચાના કોષોને સુરક્ષિત રાખે છે અને સૂર્યના તડકા કે પ્રદૂષણથી સ્કીનને થતા નુકસાનને રોકે છે. સાથે જ તે ત્વચાને હાઇડ્રેટ રાખવામાં પણ મદદ કરે છે.

હૃદયનું સ્વાસ્થ્ય

બદામ શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. બદામના સેવનથી શરીરને ગુડ કોલેસ્ટ્રોલ મળે છે. એટલું જ નહીં, તે શરીરમાં સારા કોલેસ્ટ્રોલ (HDL)ને વધારવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

મેમરી બૂસ્ટ થાય છે

બદામ ખાવાના ફાયદા યાદશક્તિ વધારવામાં પણ જોવા મળે છે. તેમાં રિબોફ્લેવિન નામનું તત્વ હોય છે, જે મગજની કાર્યક્ષમતા (બ્રેઈન એક્ટિવિટી)ને બહેતર બનાવવામાં મદદ કરે છે.

વજન નિયંત્રણમાં રહે છે

બદામ પોષક તત્વોથી ભરપૂર હોય છે. જો કે તેમાં કેલરી વધુ હોય છે, પરંતુ બદામને પલાળીને ખાવાથી તેની કેલરીની અસર સંતુલિત થાય છે, જેનાથી પેટ ભરેલું રહે છે અને વારંવાર ખાવાની ઈચ્છા (ક્રેવિંગ્સ) ઓછી થાય છે. તેમાં રહેલું ફાઈબર વજન મેન્ટેન રાખવામાં મદદ કરે છે.

શું તમે હંમેશા થાક અનુભવો છો? : મહિલાઓ માટે વરદાન સમાન છે આ 8 સપ્લિમેન્ટ્સ, શરીરને રાખશે ફિટ

30 દિવસ સુધી બદામ ખાવી કેમ ફાયદાકારક છે?

બદામ માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, પણ માનસિક સ્વાસ્થ્યને પણ તંદુરસ્ત રાખે છે. આવા સમયમાં જો પલાળેલી બદામ ખાઈને દિવસની શરૂઆત કરવામાં આવે, તો તે તમારા સવારના રૂટિનને હેલ્ધી અને માઇન્ડફુલ બનાવે છે. સતત 30 દિવસ એટલે કે એક મહિના સુધી રોજ 5 પલાળેલી બદામ ખાવાથી શરીર ફિટ રહે છે અને મૂડ પણ સારો રહે છે.

Disclaimer : આ સમાચાર સામાન્ય માહિતીના આધારે લખવામાં આવ્યા છે. વધુ વિગતો કે સચોટ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા ડૉક્ટરની સલાહ લો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now