Home Gujarat Cm Bhupendra Patel Pays Courtesy Visit To Probationary Ias Officers

CM ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે : પ્રોબેશ્નરી IAS અધિકારીઓ

CM ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે
Published by: OBS Bureau
Last Updated: May 13, 2025, 04:17 PM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત 2024ની બેચના ગુજરાતને ફાળવાયેલા 8 યુવા પ્રોબેશ્નરી આઈ.એ.એસ. અધિકારીઓએ ગાંધીનગરમાં લીધી હતી.

આ પ્રોબેશ્નરી આઈ.એ.એસ. અધિકારીઓ રાજ્યના ખેડા, અમરેલી, કચ્છ, રાજકોટ, ભરૂચ, તાપી, બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાઓમાં સુપરન્યુમરી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિમણૂંક માટે ફાળવવામાં આવ્યા છે. પોતાને ફાળવાયેલા જિલ્લાઓમાં ફરજરત થતાં પહેલા આ અધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રોબેશ્નરી આઈ.એ.એસ. અધિકારીઓને માર્ગદર્શન આપતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના વિકાસના રોલ મોડલ રાજ્ય એવા ગુજરાતમાં જન સેવાની તેમને જે વિશિષ્ટ તક મળી છે તેને અમૃતકાળમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવા આ યુવા અધિકારીઓ પોતાનુ સંપુર્ણ યોગદાન આપીને ઉજાગર કરશે એવો તેમને વિશ્વાસ છે.

આ શુભેચ્છા મુલાકાત વેળાએ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, વહિવટી સુધારણા અને તાલિમ પ્રભાગના અગ્ર સચિવ હારીત શુક્લ અને મુખ્યમંત્રીના સચિવ મતી અવંતિકા સિંઘ ઉપસ્થિત રહ્યા હતાં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now