Home Gujarat Cm Bhupendra Patel Meeting With Pm Modi In Delhi

કોઈ નવા જુની થવાની છે? : વડાપ્રધાન મોદી સાથે CM ભૂપેન્દ્ર પટેલની મુલાકાત

કોઈ નવા જુની થવાની છે?
Published by: OBS Bureau
Last Updated: Apr 21, 2025, 03:49 PM IST

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી. સીએમની પીએમ સાથેની મુલાકાતે અનેક ચર્ચાઓ જગાડી છે. જોકે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં આ એક સૌજન્ય મુલાકાત હોવાનો ઉલ્લેખ સીએમએ કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરેલી તસવીરોમાં સીએમના હાથમા એક ફાઈલમાં જોવા મળી રહી છે. અને બંને નેતાઓ ચર્ચા કરતા પણ જોવા મળે છે.

એક્સ સીએમ ભૂપેન્દ્ર પટેલે લખ્યું છે કે આજે નવી દિલ્હી ખાતે ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી @NarendraModiજી સાથે મુલાકાત કરી.
ગુજરાતના સર્વાંગીણ વિકાસને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ અંગે તેમની સાથે ચર્ચા કરી અને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ પ્રત્યેક લાભાર્થી સુધી વધુ અસરકારક રીતે પહોંચાડવા અંગે તેઓશ્રીનું બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.


આપને જણાવી દઈએ કે હાલ અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પરિવાર સાથે બે દિવસીય ભારતના પ્રવાસે છે. તેવામાં વડાપ્રધાન મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને ખાસ સમય આપ્યો હતો. જેથી કરીને આખરે કયા વિષય પર ચર્ચા થઈ તેની પર સૌ કોઈની નજર રહી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now