Home Gujarat Cm Bhupendra Patel Meeting Regarding The States Dilapidated Roads

રાજ્યના બિસ્માર રસ્તાઓને લઈ CMની બેઠક : ભૂપેન્દ્ર પટેલે તમામ વિભાગોને કરી આ ટકોર

રાજ્યના બિસ્માર રસ્તાઓને લઈ CMની બેઠક
Published by: OBS Bureau
Last Updated: Jul 07, 2025, 01:11 PM IST

રાજ્યમાં વરસાદના પગલે ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર થયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેના પગલે ઉઠતી ફરિયાદોના પગલે મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે રોડ રસ્તા, પુલો અને હાઇવેની સ્થિતિને લઈ ખાસ બેઠક યોજી હતી.
રોડ-રસ્તાઓને લઈ મુખ્યમંત્રીએ યોજી બેઠક
વરસાદને પગલે અનેક સ્થળોએ રોડ-રસ્તા, પુલો અને હાઈવેની હાલત ખરાબ થઈ છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકમાં રાજ્યભરના તૂટેલા રસ્તાઓ, બિસ્માર પુલો અને પાણીથી ભરાયેલા હાઈવેની સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે દરમિયાન મુખ્યમંત્રીએ સ્પષ્ટ રીતે જણાવ્યું દીધું કે, જે કામો હજુ ‘ડીફેક્ટ લાયબિલિટી પિરિયડ’ હેઠળ આવે છે તેમાં નુકશાન થયું છે, તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત કોન્ટ્રાક્ટરની રહેશે. જો કોન્ટ્રાક્ટરે યોગ્ય ગુણવત્તાનું કામ નહીં કર્યું હોય તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગુણવત્તાવાળું અને ટકાઉ કામની કરી ટકોર
મુખ્યમંત્રીએ શહેરોમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાના રસ્તાઓ તેમજ ઓવરબ્રિજોની સમસ્યાઓ અંગે પણ તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમણે અધિકારીઓને કહ્યું કે, લોકોના પ્રશ્નો પર સમયસર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે અને જ્યાં પણ રસ્તા ખરાબ છે ત્યાં તાત્કાલિક કામગીરી શરૂ થવી જોઈએ. મુખ્યમંત્રીએ એવો પણ નિર્દેશ આપ્યો કે, યોગ્ય ગુણવત્તાનું અને ટકાઉ કામ થવું જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now