Home Gujarat Ahmedabad Bjp 45th Foundation Day Gujarat Political Journey

BJP Foundation Day: આજથી 12 એપ્રિલ સુધી ગુજરાતમાં કેસરીયો માહોલ : જાણો શું છે કાર્યક્રમ અને ભાજપનો આખો પ્લાન

BJP Foundation Day
Published by: Viral Patel
Last Updated: Apr 06, 2026, 07:02 AM IST

Ahmedabad: આજે 6ઠ્ઠી એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો 45મો સ્થાપના દિવસ. 1980માં મુંબઈના સમુદ્ર કિનારેથી શરૂ થયેલી આ રાજકીય સફર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સુવર્ણકાળમાં પ્રવેશી છે. છેલ્લા ચાર દાયકામાં ભાજપે માત્ર સત્તા જ નથી મેળવી, પરંતુ દેશની રાજનીતિની ધરી બદલી નાખી છે. આ ખાસ અવસરે ગુજરાત ભાજપ દ્વારા 7 થી 12 એપ્રિલ દરમિયાન ભવ્ય ઉજવણી અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી ચુક્યા છે. રાજકીય પક્ષોએ પોતાની રણનીતિ તેજ કરી દીધી છે ત્યારે ભાજપના અગ્રણી નેતા અને મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારોના નામની જાહેરાતને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે. ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની લાયકાત અને લોકપ્રિયતા ચકાસવા માટે પક્ષ દ્વારા નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી. જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, "નિરીક્ષકોએ તમામ બેઠકો પર સેન્સ લેવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે." કાર્યકરો અને સ્થાનિક નેતાઓ સાથે પરામર્શ કર્યા બાદ હવે તમામ ડેટા હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે.

પસંદગી માટે ટૂંક સમયમાં મળશે બેઠક

ઉમેદવારોના નામ નક્કી કરવા માટે આગામી દિવસોમાં એક સામટી (સંયુક્ત) બેઠક બોલાવવામાં આવશે. આ બેઠકમાં નિરીક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલી પેનલો પર ચર્ચા થશે. ઉમેદવારની જીતવાની ક્ષમતા (Winability) ને પ્રાધાન્ય આપવામાં આવશે. પક્ષના નીતિ-નિયમો મુજબ નામોની આખરી યાદી તૈયાર કરાશે. જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સેન્સ પ્રક્રિયાના રિપોર્ટના આધારે આગામી દિવસોમાં બેઠક યોજાશે અને ત્યારબાદ જ સત્તાવાર રીતે ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવશે.

ચૂંટણી બ્યૂગલ અને પક્ષની તૈયારી

રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જગદીશ વિશ્વકર્માના આ નિવેદન બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે પક્ષ કોઈ પણ ઉતાવળ કર્યા વગર યોગ્ય પ્રક્રિયા અનુસરીને મજબૂત ઉમેદવારો મેદાનમાં ઉતારવા માંગે છે.

ઉજવણીનો રોડમેપ: 7 થી 12 એપ્રિલના ખાસ કાર્યક્રમો

ગુજરાત ભાજપે આ સ્થાપના દિવસને જન-જન સુધી પહોંચાડવા માટે વિસ્તૃત આયોજન કર્યું છે. પક્ષના પ્રદેશ પ્રમુખ અને નેતૃત્વની સૂચના મુજબ નીચે મુજબના કાર્યક્રમો યોજાશે.

  • 7 થી 9 એપ્રિલ: સમગ્ર રાજ્યમાં ભાજપના સક્રિય સભ્યોના સંમેલનો યોજાશે, જેમાં સંગઠનને વધુ મજબૂત કરવા મંથન થશે.

  • 10 થી 12 એપ્રિલ: 'ગાંવ-બસ્તી ચાલો' અભિયાન અંતર્ગત કાર્યકરો છેવાડાના માનવી સુધી પહોંચશે.

  • સેવા અને સફાઈ: નદી, તળાવ, મંદિર, શાળા અને કોલેજ પરિસરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.

  • સન્માન કાર્યક્રમ: પક્ષના પાયાના પથ્થર સમાન વરિષ્ઠ કાર્યકર્તાઓ અને રામમંદિર આંદોલન સાથે જોડાયેલા કાર સેવકોનું વિશેષ સન્માન કરવામાં આવશે.

  • ખાટલા બેઠક: ગ્રામ્ય સ્તરે સાંજના સમયે 'ખાટલા બેઠકો' યોજી સરકારની યોજનાઓની ચર્ચા કરવામાં આવશે.

આ અભિયાનના સુચારુ સંચાલન માટે પ્રદેશ મહામંત્રી રજની પટેલની પ્રદેશ સંયોજક તરીકે નિમણૂંક કરાઈ છે, જ્યારે ઝોન વાઈઝ ડો. ભરત ડાંગર (મધ્ય), કશ્યપ શુક્લ (સૌરાષ્ટ્ર), જગદીશ પારેખ (દક્ષિણ) અને બિપિન સિક્કા (ઉત્તર) જવાબદારી સંભાળશે.

આ પણ વાંચો: Gujarat Liquor Permit Scam : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલતા દારૂ પરમિટ કૌભાંડનો પર્દાફાશ, જાણો કેવી રીતે લગાડવામાં આવતો હતો લાખોનો ચૂનો

ઇતિહાસ: જનસંઘની વિચારધારા અને ભાજપનો ઉદય

ભાજપના મૂળિયા 1951માં સ્થપાયેલા ભારતીય જનસંઘમાં રહેલા છે. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સહયોગથી જનસંઘની સ્થાપના કરી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદ પર આધારિત રાજનીતિનો હતો. 1977માં કટોકટી બાદ જનસંઘનું જનતા પાર્ટીમાં વિલીનીકરણ થયું, પરંતુ વૈચારિક મતભેદોને કારણે 6 એપ્રિલ, 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીનો જન્મ થયો. અટલ બિહારી વાજપેયી પક્ષના પ્રથમ અધ્યક્ષ બન્યા. એ સમયે વાજપેયી-અડવાણીની જોડીએ પક્ષને ગામેગામ પહોંચાડ્યો હતો.

આ પણ વાંચો: "હું છાતી ઠોકીને કહું છે કે, મેં રાજકારણમાં રહીને રૂપિયા બનાવ્યા છે" : ભાજપના દિગ્ગજ નેતાની જાહેરમાં કબૂલાત, વીડિયો વાયરલ થતા મચ્યો હડકંપ

નરેન્દ્ર મોદી અને ભાજપનો સુવર્ણકાળ

વર્ષ 2001માં નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને ભાજપ માટે એક નવા યુગની શરૂઆત થઈ. વાયબ્રન્ટ ગુજરાત અને માળખાકીય વિકાસ દ્વારા તેમણે ગુજરાતને દેશનું 'ગ્રોથ એન્જિન' બનાવ્યું. 2002ના તોફાનો બાદ અનેક ટીકાઓ થઈ, પરંતુ મોદીએ વિકાસ અને પ્રબળ હિન્દુત્વના સમન્વયથી પોતાની છબી વધુ મજબૂત કરી. 2014માં 'ગુજરાત મોડલ'ના આધારે ભાજપે કેન્દ્રમાં સ્પષ્ટ બહુમતી મેળવી. આજે સતત ત્રીજી ટર્મમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપ વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે સ્થાપિત થયો છે. ભાજપ માટે ગુજરાત હંમેશા પ્રયોગશાળા અને શક્તિનું કેન્દ્ર રહ્યું છે. આજે 45મા વર્ષે પક્ષ જ્યારે 7 થી 12 એપ્રિલના કાર્યક્રમો ઉજવી રહ્યો છે, ત્યારે તેનો મુખ્ય લક્ષ્યાંક સંગઠનને વધુ સ્તરે લઈ જઈ આગામી પડકારો માટે કાર્યકરોને સજ્જ કરવાનો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now