Home Gujarat Cm Bhupendra Patel Made A Contribution To The Armed Forces On Flag Day

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સશસ્ત્ર સેના ધ્વજ દિને ફાળો અર્પણ કર્યો : વીર જવાનોના પરિવારોના કલ્યાણ માટે ફાળો આપી કૃતજ્ઞતા પ્રગટ કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સશસ્ત્ર સેના ધ્વજ દિને ફાળો અર્પણ કર્યો
Published by: OBS Bureau
Last Updated: Dec 07, 2025, 06:24 AM IST

Armed Forces Flag Day : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો અર્પણ કરીને આપણા દેશની સરહદો સાચવતા અને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી હતી.

CM એ સશસ્ત્ર સેના ધ્વજ દિને ફાળો અર્પણ કર્યો

દેશની રક્ષા માટે સમર્પિત થઈને પોતાના પ્રાણનું બલિદાન આપી વીરગતિને વરેલા સેના અને સશસ્ત્ર દળોના કર્તવ્યનિષ્ઠ જવાનોના પરિવારોના કલ્યાણ માટે સાતમી ડિસેમ્બરે આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સૌ કોઈ સ્વૈચ્છિક ફાળો - દાન અર્પણ કરીને તેમની સેવાઓનો ઋણ સ્વીકાર કરે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ હેતુસર સશસ્ત્ર સેના ધ્વજ દિવસે પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. આ વેળાએ સૌનિક કલ્યાણ અને પુનર્વસન બોર્ડના લેફ્ટનન્ટ કર્નલ (નિવૃત્ત) ક્રિષ્ણદિપ સિંહ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મારી પત્નીના પૂર્વ ગૃહમંત્રી સાથે અનૈતિક સંબંધો...!!
Offbeat Exclusive: PMOમાં ફરિયાદ બાદ ધમેન્દ્ર હેરમાની હકાલપટ્ટી
વડોદરા 'કલાનગરી' માંથી બની 'મચ્છરનગરી'
કચ્છની રાજનીતિમાં ચૂંટણી પહેલાં મોટો ઉલટફેર
હે ભગવાન! રાજકોટમાં આવી કરુણાંતિકા