Home Gujarat Cm Bhupendra Patel Gifted Development Works Worth Rs 35837 Crore In Nadabet

CM ભૂપેન્દ્ર પટેલે નડાબેટમાં 358.37 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી : નવનિર્મિત સુઈગામ બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યુ

CM ભૂપેન્દ્ર પટેલે નડાબેટમાં 358.37 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી
Published by: OBS Bureau
Last Updated: Jul 24, 2025, 06:05 AM IST

બનાસકાંઠાના સીમાવર્તી સુઈગામ - નડાબેટ ખાતેથી રૂ.358.37 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુર્હુત તથા લોકાર્પણ કર્યું છે. જેમાં 302.69 કરોડના વિવિધ કાર્યોનું ખાતમુર્હુત તથા 55.68 કરોડના કાર્યોનું લોકાર્પણ કર્યું. આ વિકાસ કાર્યો થકી બનાસકાંઠાની વિકાસ ગતિને નવી રાહ મળશે. આરોગ્ય, શિક્ષણ, એનર્જી, રોડ- રસ્તા તેમજ શહેરી વિકાસના અનેક વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત નાગરિકોના જીવન ધોરણને ઉંચુ લાવવા મદદરુપ બનશે.


સુઈગામ બસ સ્ટેશનનું લોકાર્પણ

સરહદ પર સંકલ્પનો સૂર્યોદય નેમ હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરહદી વિસ્તાર નડાબેટ ખાતેથી 1.83 કરોડના ખર્ચે નવનિર્મિત સુઈગામ બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું તથા 11 નવીન બસોને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now