Home Gujarat Cm Bhupendra Patel Dy Cm Harsh Sanghavi Attend Delhi Bjp Meet

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં તૈયારીઓ તેજ : આજે દિલ્હીના દરબારમાં ભાજપની બેઠક, CM અને DyCM રહેશે હાજર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં તૈયારીઓ તેજ
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2026, 03:45 AM IST

Local Elections: નગર પાલિકા અને મહાનગર પાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને લઈને ગુજરાતમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ખુબ જ નજીકના સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ શકે છે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ જે મુખ્ય પક્ષો ચૂંટણીઓમાં સામસામે દેખાતા હતા. આ વખતે આમ આદમી પાર્ટી પણ લોકલ ઈલેક્શનમાં કેન્દ્ર સ્થાને રહેશે. ત્યારે આ પરિસ્થિતિની વચ્ચે ભાજપે પણ ગઢ બચાવવા કવાયત તેજ કરી દીધી છે. દિલ્હી આ અંગે મહત્ત્વની બેઠક મળશે. જેમાં સીએમ અને ડેપ્યુટી સીએમ હાજરી આપશે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. જેને કેન્દ્ર સ્થાને રાખીને ભાજપે દિલ્હી ખાતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કર્યું છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવી દિલ્હી ખાતે મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપશે.

બેઠકમાં રાજ્યના અનેક મહત્વના પ્રોજેક્ટો ઉપરાંત આવતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વ્યૂહરચના અને સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. ભાજપ હાઇકમાન્ડ સાથે બેઠક દરમ્યાન ચૂંટણી પૂર્વેની વ્યૂહરચના તયાર કરશે અને પાર્ટી તંત્રને કામગીરી માટે માર્ગદર્શન આપશે.

રાજ્યના અન્ય રાજકીય પક્ષો પણ સક્રિયઃ

જ્યારે ભાજપ પોતાનું આયોજન મજબૂત કરી રહ્યો છે, ત્યારે અન્ય રાજકીય પક્ષો પણ ચૂંટણી માટે તૈયારી શરૂ કરી દેવા જોડાયા છે. કોંગ્રેસે આ માટે અલગ-અલગ સાત કમિટીઓની રચના કરી છે અને માહિતી અનુસાર, માર્ચ મહિનામાં ઉમેદવારોની પસંદગી પણ કરી લેવામાં આવી શકે છે. બીજી તરફ, આપ દ્વારા પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની કામગીરી સક્રિય છે.

તત્કાળ જાહેર થવાની શક્યતાઃ

રાજ્યની છ મહાનગરપાલિકાની વર્તમાન ટર્મ પૂર્ણ થતાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. તેમાં અધિકારીઓની બદલીના આદેશો પણ બહાર પાડવામાં આવ્યા છે. આ પરિસ્થિતિને જોતા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત ક્યારે પણ થઈ શકે છે અને તે રાજકીય પ્રવૃત્તિમાં તેજી લાવી શકે છે. રાજ્યના રાજકીય દ્રશ્યને જોતા, આગામી મહિને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તમામ પાર્ટીઓના સક્રિય બનવાના પ્રકારે, ગુજરાતમાં રાજકીય હલચલ વધુ તીવ્ર બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now