Home Gujarat Clash Between Two Groups In Dahod Town

દાહોદના કસ્બામાં બે જૂથ વચ્ચે અથડામણ : 4 રાઉન્ડ ફાયરિંગ, બે વ્યક્તિ ઈજાગ્રસ્ત, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

દાહોદના કસ્બામાં બે જૂથ વચ્ચે અથડામણ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 23, 2025, 11:36 AM IST

Dahod Group Clash : દાહોદના કસ્બા વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે જૂની અદાવતને લઈને ભારે અથડામણ સર્જાઈ હતી. પહેલા બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી, પરંતુ વાતાવરણ તંગ બનતા મામલો હિંસક સ્વરૂપ ધારણ કરી ગયો. ઝગડો ઉગ્ર બનતાં સામે પક્ષ દ્વારા અંધાધૂંધ રીતે કુલ 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

ફાયરિંગની ઘટનામાં બે વ્યક્તિઓને ગોળી વાગી હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થયું હતું. ડીવાયએસપી સહિત LCB, SOG અને ડિવિઝન પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જૂની અદાવતના કારણે બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો, જે બાદમાં મારામારી અને ફાયરિંગ સુધી પહોંચ્યો. આ મામલે દાહોદના ડીવાયએસપી જગદીશ ભંડારીએ જણાવ્યું હતું કે, “જૂની અદાવતના કારણે બે પક્ષો વચ્ચે થયેલી મારામારીમાં ફાયરિંગનો બનાવ બન્યો છે. પ્રાથમિક તપાસમાં બે લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. ફાયરિંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.” હાલ પોલીસે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરી છે અને સંડોવાયેલા આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now