logo-img
Civil Resident Doctor Attempts Sui Cide

ભાવનગરમાં રેસિડેન્ટ ડોક્ટરે આપઘાત કર્યો પ્રયત્ન : પાલીતાણાની ખાનગી હોટલમાં ઝેરી દવા ગટગટાવી, માતાપિતાને સંબોધીને લખી ચિઠ્ઠી

ભાવનગરમાં રેસિડેન્ટ ડોક્ટરે આપઘાત કર્યો પ્રયત્ન
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Sep 03, 2025, 03:26 PM IST

ભાવનગરની સરકારી મેડીકલ કોલેજમાંથી એક રેસિડેન્ટ ડોકટર તરીકે કાર્યરત એક તબીબી સ્ટુડન્ટના આપઘાતનો મુદ્દો સામે આવતા ચકચાર પામ્યો છે. હકીકતમાં વિદ્યાર્થીએ આંખના વિભાગમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોકટર તરીકે કાર્યરત એક તબીબી સ્ટુડન્ટે પાલિતાણાની એક હોટલમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે. સ્ટુડન્ટને ગંભીર હાલતમાં ભાવનગરની સરકારી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. ડીનના જણાવ્યા મુજબ તેના કોટમાંથી એક ચિઠ્ઠી મળી આવી છે. આ ઘટના બાબતે મહારાષ્ટ્રમાં રહેતા તેના માતાપિતાને જાણ કરવામાં આવી છે.

પાલિતાણાની હોટલમાં ઝેરી દવા પી લીધી

ભાવનગર સરકારી મેડીકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી મંગળવારે સાંજે OPD પૂર્ણ કરી નીકળ્યો હતો. આ સ્ટુડન્ટ પાલીતાણાની હોટલમાં રોકાયો હતો અને હોટલમાંથી ચેકઆઉટનો સમય થતા હોટલ સ્ટાફ રૂમમાં ગયો ત્યારે સ્ટુડન્ટના મોઢામાં ફીણ નીકળતું હતું. જેના કારણે તાત્કાલિક ધોરણે 108 બોલાવી તેને ભાવનગર સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

મેડીકલ કોલેજના ડીને શું કહ્યું?

આ ઘટના અને મેડીકલ કોલેજના ડીન ડો. ચિન્મય શાહે કહ્યું હતું કે, "વિદ્યાર્થી ગઈકાલે રાત્રે હોસ્પિટલમાં OPD પૂર્ણ કરીને નીકળ્યો હતો. ત્યારબાદ આજે પાલિતાણાની હોટલમાંથી દવા પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. જ્યાંથી તેને અહીં સારવાર માટે લાવવામાં આવ્યો છે. અત્યારે તો પ્રાથમિક કારણ જણાતું નથી ક્રિટિકલ સ્થિતિ છે. તેની પાસેથી એક ચિઠ્ઠી મળી છે જેમાં લખ્યું છે કે, મમ્મી પપ્પા હું તમને બહું પ્રેમ કરું છું. તમે મને ડોકટર બનાવવા માટે બહુ મહેનત કરી. તમે મારી સાથે છો હું તમારી સાથે છું. આઈ લવ યું મમ્મી પપ્પા. આ બાબતે મહારાષ્ટ્રમાં રહેતા તેના માતાપિતાને જાણ કરાતા તેઓ અહીં આવવા નીકળી ગયા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now