Home Gujarat Civil Hospital Becomes Angel For Sumanba Of Banaskantha And Temur Ali Of Ramol

સરકારી આરોગ્ય સેવાની સંવેદનશીલતા : બનાસકાંઠાની સુમનબા અને રામોલના તેમુર અલી માટે 'દેવદૂત' બની સિવિલ હોસ્પિટલ

સરકારી આરોગ્ય સેવાની સંવેદનશીલતા
Published by: Offbeat Team
| Last Updated: Mar 06, 2026, 08:17 AM IST

રાજ્યની જાહેર આરોગ્ય વ્યવસ્થા જ્યારે સંવેદનશીલતા અને અત્યાધુનિક તબીબી કૌશલ્ય સાથે જોડાય છે, ત્યારે કેવા ચમત્કારો સર્જાય છે તેનો જીવંત પુરાવો અમદાવાદ સિવિલ હોસ્પિટલે પૂરો પાડ્યો છે. ફેબ્રુઆરી 2026 નો મહિનો બનાસકાંઠા અને અમદાવાદના બે અલગ-અલગ પરિવારો માટે કસોટીની એરણે હતો, પરંતુ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમે પોતાની પ્રતિબદ્ધતાથી બે નિર્દોષ બાળકોને નવી જિંદગીની ભેટ આપી છે.

કેસ 1: રમત રમતમાં સર્જાયેલી હોનારત અને સુમનબાનો પુનર્જન્મ

બનાસકાંઠાના એક નાનકડા ગામના ખેડૂત અર્જુનભાઈ અને કિસ્નાબાના પરિવાર પર 23 ફેબ્રુઆરીની રાત્રે આભ તૂટી પડ્યું. પાંચ વર્ષના મોટાભાઈથી રમતા-રમતા ભૂલથી એરગનનું ટ્રિગર દબાઈ ગયું અને તેની ગોળી (પેલેટ) 1 વર્ષની માસૂમ સુમનબાની છાતીમાં આરપાર ઉતરી ગઈ.

પાલનપુર સિવિલમાં પ્રાથમિક સારવાર બાદ ગંભીરતા જોતા બાળકીને અમદાવાદ સિવિલ રીફર કરાઈ. અહીં પડકાર એ હતો કે ગોળી છાતીમાં ઘૂસી તો હતી પણ બહાર નીકળી નહોતી. પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડો. રાકેશ જોશી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલા ઝીણવટભર્યા તપાસમાં જાણવા મળ્યું કે પેલેટ કરોડરજ્જુની અત્યંત નજીક ફસાયેલી હતી. 26 ફેબ્રુઆરીના રોજ થોરાકોસ્કોપી દ્વારા જહેમતભર્યા ઓપરેશન બાદ આ પેલેટ દૂર કરવામાં આવી. આજે સુમનબા સંપૂર્ણ સ્વસ્થ છે અને પોતાના માતા-પિતા સાથે ઘરે પરત ફરી છે.
બાળરોગ સર્જરી વિભાગના પ્રોફેસર અને વડા ડો. રાકેશ જોશી તથા ડૉ જયશ્રી રામજી, પ્રોફેસર અને તેમની ટીમ તેમજ એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડો. સીમા ગાંધી તથા ડૉ મૃણાલિનીના માર્ગદર્શન હેઠળ ચોકસાઈપૂર્વક કરવામાં આવેલી થોરાકોસ્કોપી સર્જરીએ 1 વર્ષની દીકરીને નવજીવન પૂરું પડ્યું હતું.

સુમનબાના પિતાએ જણાવ્યું હતું કે, "અમારી દીકરી લોહીલુહાણ હતી, અમને એમ હતું કે હવે શું થશે? પણ સિવિલના ડોક્ટરોએ દીકરીને નવું જીવન આપ્યું છે. અહીં બધી સારવાર મફતમાં થઈ અને અમારી સુમનબા આજે ફરી હસતી થઈ ગઈ છે. સિવિલ હોસ્પિટલ અમારા માટે ભગવાન સાબિત થઈ છે."

કેસ 2: શ્વાસ પર સંકટ: ફેફસામાં ફસાયેલા પથ્થરને તબીબોએ દૂર કર્યો

બીજી તરફ, અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા દૈનિક શ્રમિક પરિવાર માટે તેમના દીકરા તેમુર અલીની તબિયત એક વણઉકેલ્યું રહસ્ય બની ગઈ હતી. 19 ફેબ્રુઆરીએ માટી ખાતા-ખાતા અચાનક આવેલી ખાંસી બાદ બાળકની હાલત સતત બગડતી ગઈ હતી. પરિવાર તેને બે અલગ-અલગ ખાનગી હોસ્પિટલોમાં લઈ ગયો, જ્યાં તેને 'ન્યુમોનિયા' હોવાનું માનીને સારવાર કરવામાં આવી, પરંતુ તેની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં.

સમય વીતતો ગયો તેમ તેમુરનો શ્વાસ રૂંધાવા લાગ્યો અને આખરે તેને સોલા સિવિલમાં વેન્ટિલેટર પર મૂકવાની નોબત આવી. સીટી સ્કેન બાદ જ્યારે ખબર પડી કે શ્વાસનળીમાં પથ્થર ફસાયેલો છે, ત્યારે ઘણો સમય વીતી ચૂક્યો હતો અને બાળકના ફેફસાં પર ગંભીર અસર થઈ રહી હતી. 26 ફેબ્રુઆરીએ ગંભીર હાલતમાં બાળકને સિવિલ હોસ્પિટલ અમદાવાદ લાવવામાં આવ્યો. અમદાવાદ સિવિલના તબીબોએ વેન્ટિલેટર સપોર્ટ પર જ તાત્કાલિક ઓપરેશનનો નિર્ણય લીધો, કારણ કે પથ્થરનો એ ટુકડો ગમે ત્યારે શ્વાસ રોકી શકે તેમ હતો.

વેન્ટિલેટર સપોર્ટ પર રહેલા તેમુર અલીનું ડો. રાકેશ જોશી, ડો. સીમા ગાંધી અને તેમની ટીમે સફળ ઓપરેશન કર્યું. શ્વાસનળીમાંથી પથ્થર નીકળતાની સાથે જ બાળકની સ્થિતિમાં સુધારો થયો અને તેને નવું જીવન મળ્યું.

તેમુર અલીના પિતા એ જણાવ્યું હતું કે "અમારો દીકરો શ્વાસ લેવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો અને તેની હાલત સતત બગડતી જતી હતી. કેસ એટલો જટિલ હતો કે તેને વેન્ટિલેટર પર મૂકવો પડ્યો હતો. પરંતુ અમદાવાદ સિવિલના ડોક્ટરોએ સાચું નિદાન કરી તેને હેમખેમ બચાવી લીધો."

નિષ્ણાત તબીબોનો સંદેશ: સતર્કતા એ જ સુરક્ષા

સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટ અને પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડો. રાકેશ જોશીએ આ બંને કિસ્સાઓને ટાંકીને વાલીઓ માટે મહત્વનો સંદેશ આપ્યો છે:

  • નાના બાળકોને રમતી વખતે ક્યારેય એકલા ન છોડવા.

  • એરગન, નાના પથ્થર, સિક્કા કે રમકડાંના નાના ભાગો બાળકોની પહોંચથી દૂર રાખવા.

  • જો બાળકને અચાનક ખાંસી કે શ્વાસમાં તકલીફ જણાય, તો વિલંબ કર્યા વગર નિષ્ણાત હોસ્પિટલનો સંપર્ક કરવો.

ડો. રાકેશ જોશી એ વધુમાં જણાવ્યું હતું કે આ બંને જટિલ કિસ્સાઓમાં દર્દીઓની સંપૂર્ણ સારવાર મફતમાં કરવામાં આવી છે. આ સફળતા એ માત્ર તબીબી વિજ્ઞાનની જ નહીં, પણ રાજ્યની જાહેર આરોગ્ય વ્યવસ્થાની સંવેદનશીલતાની પણ જીત છે.

આધુનિક ટેકનોલોજી અને નિષ્ણાત હાથોના સંગમથી સિવિલ હોસ્પિટલે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશાનું કિરણ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

સુરત પોલીસનો સાયબર ક્રાઇમ આચરતી સૌથી મોટી ગેંગ પર સપાટો: નિવૃત રેલવે કર્મચારી બન્યા હતા શિકાર, ફ્રોડનો આંકડો વાંચી ચોંકી જશો

સુરત પોલીસનો સાયબર ક્રાઇમ આચરતી સૌથી મોટી ગેંગ પર સપાટો

વડોદરાના માંજલપુરમાં ડોગને લઈને પાડોશીઓ વચ્ચે વિવાદ!: યુવકે મહિલાને બેટ મારી કર્યો હુમલો, પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી

વડોદરાના માંજલપુરમાં ડોગને લઈને પાડોશીઓ વચ્ચે વિવાદ!

મુળીમાં પોલીસ કોન્સ્ટેબલ પર ઘાતક હુમલો!: હોકી સ્ટિકથી ઘાયલ કરીને કારચાલક ફરાર, પોલીસની સલામતી પર સવાલ!

મુળીમાં પોલીસ કોન્સ્ટેબલ પર ઘાતક હુમલો!

T20 Final પહેલા અમદાવાદમાં ક્રિકેટ બેટિંગ રેકેટનો ભાંડાફોડ: નિકોલમાં SMCનો દરોડો, 2 આરોપી ઝડપાયા, 46 શખ્સ વોન્ટેડ

T20 Final પહેલા અમદાવાદમાં ક્રિકેટ બેટિંગ રેકેટનો ભાંડાફોડ
Play Video

ગુજરાતમાં ગરમી બાદ હવે 'માવઠા'નો ખતરો: અંબાલાલ પટેલે માર્ચમાં આ તારીખે વરસાદની આગાહી કરી, જાણો ક્યારે પલટાશે વાતાવરણ

ગુજરાતમાં ગરમી બાદ હવે 'માવઠા'નો ખતરો

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી: રાજ્યભરના વકીલોમાં ભારે ઉત્સાહ, 99 ઉમેદવારો મેદાનમાં

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી
Play Video

"દીકરીઓને ફસાવવાનો પ્રયાસ કરશે તો ભાજપ સરકાર કોઈને છોડશે નહીં": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના

"દીકરીઓને ફસાવવાનો પ્રયાસ કરશે તો ભાજપ સરકાર કોઈને છોડશે નહીં"
Play Video

ઇડરમાં હડકાયું શ્વાન ભેંસને કરડતા 20 લોકો ભાગ્યા હોસ્પિટલ: હડકવાથી ભેંસનું મોત થતાં દૂધ પિતા તમામએ લીધી રસી

ઇડરમાં હડકાયું શ્વાન ભેંસને કરડતા 20 લોકો ભાગ્યા હોસ્પિટલ

ડીસાના ડાવસ ખાતે બનશે ગુજરાતની પ્રથમ હાઇટેક નર્સરી: વૈજ્ઞાનિક પદ્ધતિથી થશે દુર્લભ બીજનું જતન, સીડ બેંક અને પ્રોસેસિંગ યુનિટથી વનીકરણને મળશે નવો વેગ

ડીસાના ડાવસ ખાતે બનશે ગુજરાતની પ્રથમ હાઇટેક નર્સરી

સુરતમાં 'ઝોકું ખાતા' ડોક્ટરે 4 ને ઉડાવ્યા!: બ્રેકની જગ્યાએ ભૂલથી દબાઈ ગયું એક્સીલેટર, 5 વાહનોને મારી ટક્કર

સુરતમાં 'ઝોકું ખાતા' ડોક્ટરે 4 ને ઉડાવ્યા!

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: દવાઓની યાદી (EDL)માં 150 ઉમેરી, હવે 1,479 દવાઓ મળશે મફત

ગુજરાત સરકારનો મોટો નિર્ણય

અમદાવાદીઓ Alert!: ફરી એકવાર ગૂંજશે સાયરનનો અવાજ, જાણો શું છે કારણ

અમદાવાદીઓ Alert!

ગુજરાતમાં 37 IPS અધિકારીની બદલી: નિર્લિપ્ત રાયની SMCમાંથી વિદાય, અમદાવાદ રેન્જ IGP પણ બદલાયા, જાણો કોને ક્યાં મળી જવાબદારી

ગુજરાતમાં 37 IPS અધિકારીની બદલી

T20 વર્લ્ડ કપ ફાઈનલ: કીવી ટીમનું અમદાવાદમાં આગમન, હોટલ ITC નર્મદામાં કરાયું ભવ્ય સ્વાગત

T20 વર્લ્ડ કપ ફાઈનલ

દુબઈમાં ફસાયેલા ગુજરાતી પર્યટકોની વ્યથા: વન-વે ટિકિટના ભાવ ₹70 હજારને પાર, સ્પેશિયલ ફ્લાઇટની માંગ ઉગ્ર!

દુબઈમાં ફસાયેલા ગુજરાતી પર્યટકોની વ્યથા

બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખને રજિસ્ટ્રારની નોટિસ: 13 માર્ચે હાજર રહી સ્પષ્ટતા કરવા આદેશ

બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખને રજિસ્ટ્રારની નોટિસ

ભરૂચમાં માનવતા શરમાઈ: 11 વર્ષની બાળકી પર નરાધમે આચર્યું દુષ્કર્મ, કસક વિસ્તારના બુટલેગરનો ભાઈ ઝડપાયો!

ભરૂચમાં માનવતા શરમાઈ

અમદાવાદમાં 2500 કરોડના વિકાસ કામોને મંજૂરી: સુભાષ બ્રિજનું રિપેરિંગ અને સાઉથ બોપલમાં લોટસ ગાર્ડન બનશે

અમદાવાદમાં 2500 કરોડના વિકાસ કામોને મંજૂરી

શાહઆલમમાં કાર પર પાણીના છાંટા ઉડતા પિતા-પુત્ર પર છરીથી હુમલો!: CCTV ફૂટેજના આધારે મુખ્ય આરોપીની કરી ધરપકડ

શાહઆલમમાં કાર પર પાણીના છાંટા ઉડતા પિતા-પુત્ર પર છરીથી હુમલો!