Home Gujarat Ahmedabad Ahmedabad Sports Bike Theft Gang Arrested 12 Bikes Seized

અમદાવાદમાં બાઇક ચોરી ગેંગનો પર્દાફાશ! : 12 બાઇક સાથે રાજસ્થાનના 3 આરોપી ઝડપાયા, ચોંકાવનારી હકીકત આવી સામે!

Ahmedabad bike theft
Play Video
Published by: Suman Dabhi
Last Updated: May 05, 2026, 09:39 AM IST

Ahmedabad bike theft: પશ્ચિમ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં છેલ્લા પાંચ મહિનાથી સ્પોર્ટ્સ બાઇક્સની ચોરી કરતી એક ટોળકીને પોલીસે સફળતાપૂર્વક ઝડપી પાડી છે. ઝોન-1 LCBની ટીમે 12 સ્પોર્ટ્સ બાઇક્સ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

ત્રણેય આરોપી રાજસ્થાનના રહેવાસી

ધરપકડ કરાયેલા આરોપીઓના નામ કૈલાસ, બ્રિજેશ અને સુનિલ છે. ત્રણેય આરોપી રાજસ્થાનના ડુંગરપુર અને શિહોરી વિસ્તારના રહેવાસી છે. જ્યારે મુખ્ય આરોપી થાવા સહિત અન્ય બે આરોપીઓ હજુ ફરાર છે, જેમની શોધમાં પોલીસે તાકીદી કાર્યવાહી શરૂ કરી છે.

નરોડા કચેરીમાં ACBનો સપાટો!: સબ રજીસ્ટ્રાર સહિત 4 આરોપીઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા!

ગર્લફ્રેન્ડના ખર્ચ પૂરા કરવા માટે આ ચોરીઓ શરૂ કરી

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ટોળકી ઘાટલોડિયા, સાબરમતી, સોલા સહિતના પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં સક્રિય હતી. આરોપીઓએ પોતાના મોજ-શોખ અને ગર્લફ્રેન્ડના ખર્ચ પૂરા કરવા માટે આ ચોરીઓ શરૂ કરી હતી. આ કાર્યવાહીથી અમદાવાદમાં સ્પોર્ટ્સ બાઇક માલિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. પોલીસ વધુ આરોપીઓને પકડવા અને ચોરાયેલી અન્ય વાહનોની શોધમાં તપાસ ચાલુ રાખી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now