surat news: સુરતમાં જિલ્લા પંચાયત ઓફિસ પાસે આવેલી CISF કોલોની નજીક સવારે મોર્નિંગ વોક પર નીકળેલા CISF જવાન જંગ બહાદુર પર મોબાઈલ સ્નેચરે ચપ્પુ વડે હુમલો કર્યો હતો.આ ઘટનામાં જંગ બહાદુર ઈજાગ્રસ્ત થયા હતા.

સુરતમાં CISFના સબ-ઇન્સ્પેક્ટર પર હુમલો
CISFના જવાન જંગ બહાદુર સવારે મોર્નિંગ વોક પર હતા ત્યારે બાઈક પર આવેલા એક મોબાઈલ સ્નેચરે તેમનો મોબાઈલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો. જંગ બહાદુરે હિંમતભેર સ્નેચરને પકડી પાડતા, સ્નેચરે તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલો થતા જોઈને CISFના સબ-ઇન્સ્પેક્ટર ગજેન્દ્રસિંહ મદદ માટે તાત્કાલિક દોડી આવ્યા હતા. મોબાઈલ સ્નેચર ભાગી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે સબ-ઇન્સ્પેક્ટર ગજેન્દ્રસિંહે તેનો એક કિલોમીટર સુધી પીછો કર્યો હતો.
તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
મોબાઈલ સ્નેચરે સબ-ઇન્સ્પેક્ટર ગજેન્દ્રસિંહ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તેમના વર્દી પર ચપ્પુ વાગતા વર્દી ફાટી ગઈ હતી. તેમ છતાં, ગજેન્દ્રસિંહે સ્નેચરને પકડીને પોલીસ હવાલે કર્યો હતો.આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા CISF જવાન જંગ બહાદુરને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સુરતમાં CISF કોલોનીમાં રહેતા જવાનોને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.






