CIA: તાજેતરમાં CIA એ પોતાના X (ટ્વિટર) એકાઉન્ટ પરથી એક ઈંટની તસવીર પોસ્ટ કરી છે, જેના પછી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે કે આખરે આ ઈંટ કેમ પોસ્ટ કરવામાં આવી છે. CIA ને એબટાબાદ કમ્પાઉન્ડમાંથી ફોરેન્સિક આર્ટિફેક્ટ (પુરાવા) તરીકે 13 ઈંટો મળી હતી. આ ઈંટો પર A, M, અથવા S અક્ષરના સિક્કા મારેલા હતા અને તે મે 2011 ની રેડ પછી બિલ્ડિંગ મટિરિયલના ઢગલામાંથી મળી આવી હતી. આ ઈંટોનો સીધો સંબંધ આતંકી ઓસામા બિન લાદેન સાથે છે, જેને યુએસ આર્મી દ્વારા ઠાર કરવામાં આવ્યો હતો..
એબટાબાદમાં લાદેને વિતાવ્યા હતા અંતિમ દિવસ
CIA ના જણાવ્યા અનુસાર, આ ઈંટ પાકિસ્તાનના એબટાબાદના તે ભારે સુરક્ષાવાળા કમ્પાઉન્ડમાંથી આવી હતી, જે યુએસ ઈતિહાસના સૌથી કડક સુરક્ષા ધરાવતા ઈન્ટેલિજન્સ ઓપરેશનમાંનું એક હતું. 'ઓપરેશન નેપ્ચ્યુન સ્પીયર' હેઠળ કરવામાં આવેલી આ રેડમાં એક દાયકા પછી બિન લાડેન માર્યો ગયો હતો. આ પોસ્ટે સોશિયલ મીડિયા પર ભારે ધ્યાન ખેંચ્યું છે, માત્ર ઈંટને કારણે નહીં પરંતુ તે જે બાબતનું પ્રતીક હતી તેના કારણે. આ ઈંટોને કદાચ કન્સ્ટ્રક્શન મટિરિયલની ચકાસણી કરવા. સાઈટની શરૂઆતનું વિશ્લેષણ કરવા. ઈન્ટેલિજન્સ ડેટા એકત્ર કરવા માટે લેવામાં આવી હતી. બાદમાં આ ઈંટો CIA મ્યુઝિયમના કલેક્શનનો ભાગ બની ગઈ. ઉલ્લેખનીય છે કે, ઓસામા બિન લાડેને 2011 માં યુએસ સેના દ્વારા માર્યા જતાં પહેલાં તેના છેલ્લાં વર્ષો આ જ ઘરમાં વિતાવ્યા હતા.
CIA એ કેવી રીતે લાડેનને ટ્રેક કર્યો?
CIA એ આ તસવીર સાથે એબટાબાદ રેડ પાછળના ઈન્ટેલિજન્સ ઓપરેશનની વિગતવાર ઐતિહાસિક માહિતી પણ આપી છે. એજન્સીના જણાવ્યા મુજબ, એનાલિસ્ટ્સે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ઈસ્લામાબાદથી લગભગ 35 માઈલ ઉત્તરમાં એબટાબાદમાં એક શંકાસ્પદ કમ્પાઉન્ડની ઓળખ કરી હતી. આ ઘર તરત જ સૌની નજરમાં આવી ગયું હતું કારણ કે કમ્પાઉન્ડની દીવાલો અસામાન્ય રીતે ઊંચી હતી અને તેના પર કાંટાળા તાર લાગેલા હતા. ત્યાં ડબલ સિક્યુરિટી ગેટ અને અસ્પષ્ટ (ધુંધળી) બારીઓ હતી.
કોઈ કનેક્શન દેખાતું નહોતું
ત્યાં કોઈ ઈન્ટરનેટ કે ટેલિફોન કનેક્શન દેખાતું નહોતું. બીજી એક વિચિત્ર વાત એ હતી કે કચરો બહાર ફેંકવાને બદલે ઘરની અંદર જ સળગાવી દેવામાં આવતો હતો. CIA એનાલિસ્ટ્સે એ પણ નોંધ્યું કે, આ ઘરના રજિસ્ટર્ડ માલિકો પાસે આટલા મોટા અને સુરક્ષિત ઘરને ચલાવવા માટે કોઈ સ્પષ્ટ નાણાકીય પ્રોફાઈલ નહોતી. આ તમામ પાસાઓને આધારે અધિકારીઓ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે આ કમ્પાઉન્ડ કદાચ બિન લાડેન અને તેના નેટવર્કને આશ્રય આપી રહ્યું છે. ત્યારબાદ વર્ષ 2011 માં અમેરિકી સ્પેશિયલ ઓપરેશન ફોર્સની એક નાની ટીમે ગુપ્ત હેલિકોપ્ટર હુમલા દ્વારા એબટાબાદમાં પ્રવેશ કર્યો અને ઓસામા બિન લાડેનને ખતમ કર્યો.





