Home Gujarat Chlorine Gas Leakage Near Sola Bhagwat

સોલા ભાગવત નજીક ક્લોરિન ગેસ લીકેજ : લોકોને શ્વાસ લેવામાં તકલીફ, બે ફાયર જવાન હોસ્પિટલમાં દાખલ, કોણે બાટલો ફેંક્યો?

સોલા ભાગવત નજીક ક્લોરિન ગેસ લીકેજ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 08, 2025, 08:30 AM IST

Sola Chlorine Gas Leakage : અમદાવાદના એસ જી હાઈ-વે પર સોલા ભાગવત નજીક ક્લોરિન ગેસ લીકેજ થવાથી વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. માધવ ઔડા ગાર્ડન પાસે કોઈ અજાણી વ્યક્તિ ક્લોરિનથી ભરેલો બાટલો ફેંકીને ફરાર થઈ ગયો હતો, બાટલો ફાટી ગયો અને ભારે પ્રમાણમાં ક્લોરિન ગેસ ફેલાયો હતો.

લોકોને શ્વાસ લેવામાં તકલીફ

આ અચાનક થયેલા ગેસ લીકેજના કારણે આસપાસના લોકોની આંખોમાં ચોળો, ગળામાં કરકરાહટ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી પરેશાનીઓ શરૂ થઈ ગઈ. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ક્લોરિન ગેસને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો.

બે ફાયર જવાનોની તબિયત લથડી

આ દરમિયાન બે ફાયર જવાનોની તબિયત બગડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ગેસનો પ્રભાવ વધતા નજીક આવેલી એક હોટલને પણ સુરક્ષાની દ્રષ્ટિએ બંધ કરવામાં આવી. પરિસ્થિતિને ધ્યાને રાખીને લોકોને મોઢા પર માસ્ક અથવા રૂમાલ રાખીને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. ફાયર વિભાગની ઝડપી કામગીરી બાદ સ્થિતિ લગભગ કાબૂમાં આવી ગઈ હોવા છતાં વિસ્તારમાં ક્લોરિન ગેસની અસર સ્પષ્ટ રીતે અનુભવાઈ રહી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now