Chirag Paswan on Crime in Bihar:વર્તમાનમાં જ્યારે બિહારમાં 2025ની વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોના નેતાઓ વચ્ચે નિવેદનો, આરોપો અને પ્રતિ-આરોપોનો સિલસિલો ચાલુ છે, ત્યારે રાજ્યમાં ગુનાઓ પણ સતત વધી રહ્યા છે. બિહારના વિવિધ વિસ્તારોમાંહત્યા, લૂંટ, ગોળીબાર અને હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે હવે કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના વડા ચિરાગ પાસવાને બિહારમાં વધતા ગુનાઓ પર રાજ્ય સરકાર પ્રત્યે નારાજગી અને ગુસ્સો વ્યક્ત કર્યો છે. ચિરાગ પાસવાને કહ્યું કે, ''બિહાર સરકાર ગુનેગારો સામે ઝૂકી ગઈ છે''.
''સરકાર ગુનેગારો સામે ઝૂકી...''
ચિરાગે બિહારમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને રાજ્યમાં વધી રહેલા ગુનાહિત કેસ પર નારાજગી વ્યક્ત કરીને CM નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ''બિહારમાં એક પછી એક ગુનાહિત ઘટનાઓ બની રહી છે. રાજ્યનું વહીવટ સંપૂર્ણપણે ગુનેગારો સામે ઝૂકી ગયું છે''.
''દુઃખ છે કે હું આ સરકારનો ભાગ અને સમર્થક છું''
ચિરાગ પાસવાને કહ્યું કે, ''બિહારમાં હવે દરરોજ લૂંટ, અપહરણ, હત્યા અને બળાત્કારના સમાચાર સાંભળવા મળી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, ''મને દુઃખ છે કે હું આ સરકારનો ભાગ અને સમર્થક છું''.





