રાજકોટમાં મહિલાને શર્મચાર કરતી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. સમગ્ર ઘટના એવી છેકે, રાજકોટના ગોકુલધામ હાઉસિંગ સ્કીમ ક્વાર્ટરની છે. જ્યા માતા બાળકને છત પરથી લટકાવે છે. જ્યારે તેની સાથે બીજો વ્યક્તિ બાળકને ઉપાડીને મહિલાથી બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. જો કે બાળકને બચાવી લીધા પછી મહિલા અને પૂરૂષ વચ્ચે ઝઘડો પણ થાય છે.
મહિલાએ બાળકને છત પરથી લટકાવી દીધું
સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો અનેક પ્રકારની અટકળો લગાવી રહ્યા છે. આ મહિલા ખરેખર બાળકની માતા છે? બાળકને બચાવી રહેલો વ્યક્તિ કોણ છે? આ ઘટના સત્ય છે કે, પછી ઉપજાવી કાઢેલી છે. આવી તમામ પ્રકારની અટકળો સોશિયલ મીડિયામાં ફરી રહી છે. હવે સવાલ એ છેકે આ ઘટના પર પોલીસ કોઈપણ પ્રકારની એક્શન ક્યારે લે છે તે જોવાનું રહ્યું....
MSUની વિદ્યાર્થિનીની કમાલ: ઊનમાંથી બનાવ્યું એવું ખાસ કાપડ કે જે કાળઝાળ ગરમીમાં પણ શરીરને રાખશે 7 ડિગ્રી ઠંડું






