મુખ્ય સચિવ પંકજ જોષીએ રાજ્યભરમાં યોજાઇ રહેલી મોકડ્રીલનું SEOC ખાતેથી વર્ચ્યુઅલ નિરીક્ષણ કર્યું
પહલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહ્યું છે. આ વચ્ચે આજે ભારતે પાકિસ્તાન પર એકસ્ટ્રાઈક કરી હતી. ત્યારે આજે ગુજરાતના 18 જિલ્લામાં મોકડ્રીલ યોજાવામાં આવી હતી ભારત સરકારની સૂચના અનુસાર ગુજરાત રાજ્યમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી ગુજરાતના મુખ્ય સચિવ પંકજ જોષીએ રાજ્યભરમાં યોજાઇ રહેલી મોકડ્રીલનું વર્ચ્યુઅલ નિરીક્ષણ કર્યું હતું.
આ વેળાએ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, સિવિલ ડિફેન્સના ડિરેક્ટર જનરલ મનોજ અગ્રવાલ, વાહન વ્યવહાર કમિશનર અનુપમ આનંદ અને રાહત કમિશનર આલોકકુમાર પાંડે ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જેવી પરિસ્થિતિ છે. જ્યારે પહલગામ આતંકી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસી માર્યા ગયા હતા. જે બાદ કેન્દ્ર સરકાર સતત એકશન મોડમાં છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ






