Home Gujarat Chief Minister Had Darshan Of Lord Mahadev On The First Monday Of Shravan

શ્રાવણના પ્રથમ સોમવારે મુખ્યમંત્રીએ કર્યા મહાદેવના દર્શન : ધોળેશ્વર મહાદેવજીના દર્શન કરી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની પ્રગતિ માટે પ્રાર્થના કરી

શ્રાવણના પ્રથમ સોમવારે મુખ્યમંત્રીએ કર્યા મહાદેવના દર્શન
Published by: OBS Bureau
Last Updated: Jul 28, 2025, 07:06 AM IST

શ્રાવણ માસ નિમિત્તે શિવ આરાધનાનું વિશેષ મહત્વ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ધોળેશ્વર મહાદેવજીના દર્શન કરીને પોતાના દિવસના કામકાજની શરૂઆત કરી હતી.

ધોળેશ્વર મહાદેવજીના દર્શન કરી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની પ્રગતિ માટે પ્રાર્થના કરી

મુખ્યમંત્રીએ ભગવાન ભોળાનાથના દર્શન પૂજન કરીને સૌ નાગરિકોની શાંતિ, સુખાકારી અને રાજ્યની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. તેમણે ધોળેશ્વર મહાદેવના મહંત રામસ્વરૂપ પુરીજી સાથે મંદિર પરિસરમાં મુલાકાત કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા અને દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું.

આ પ્રંસગે ગાંધીનગરના મેયર મીરાં બહેન પટેલે પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now