Home Gujarat Chief Minister Bhupendra Patels Reaction To The Union Budget 2025 26

CM Bhupendra Patel on Budget : ગુજરાતના ઉદ્યોગો ઉડાન ભરશે! CM ભૂપેન્દ્ર પટેલ બોલ્યા – "ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને ગતિ આપનારું બજેટ"

CM Bhupendra Patel on Budget
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 01, 2026, 11:27 AM IST

CM Bhupendra Patel on Budget: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટ 2026-27ને PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તૈયાર થયેલું "રિફોર્મ એક્સપ્રેસ" ગણાવ્યું છે, જે સામાન્ય માનવીને પ્રાધાન્ય આપીને વિકસિત અને આત્મનિર્ભર ભારતના લક્ષ્ય તરફ આગળ વધારે છે. મુખ્યમંત્રીએ નાણાંમંત્રી નિર્મલા સીતારામનને સતત નવમી વખત બજેટ રજૂ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. આ બજેટને તેઓએ "કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું" અને ત્રણ મુખ્ય કર્તવ્યો – ગરીબ, યુવા, અન્નદાતા તથા નારીશક્તિ (અને દિવ્યાંગજન) – પર કેન્દ્રિત ગણાવ્યું છે.

લઘુ-સૂક્ષ્મ ઉદ્યોગોને મોટો લાભ મળશે

આ અભિગમ "સૌના સાથ, સૌના વિકાસ"ના મંત્રને અનુરૂપ છે, જે સમાજના દરેક વર્ગ અને ક્ષેત્રને આવરી લે છે. બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કટીંગ-એજ ટેક્નોલોજી, સેમિકન્ડક્ટર અને ડેટા સેન્ટર્સ જેવા ક્ષેત્રો પર ખાસ ફોકસ છે. MSME પર ભારથી લઘુ-સૂક્ષ્મ ઉદ્યોગોને મોટો લાભ મળશે, જ્યારે મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન ગુજરાતના આ સેક્ટરને બુસ્ટ અપ કરશે.

ગુજરાત માટે વિશેષ લાભો

દાનકુનીથી સુરત સુધીના ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરથી ઝડપી લોજિસ્ટિક્સ અને વ્યાપાર-ઉદ્યોગને વેગ મળશે.

ટેક્સટાઇલ સેક્ટર માટે 6 યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે.

ત્રણ કેમિકલ પાર્ક્સ અને બાયોફાર્મા માટે 10 હજાર કરોડની જાહેરાતથી ગુજરાતના ઉદ્યોગોને ફાયદો.

મ્યુનિસીપલ બોન્ડ માટે પ્રોત્સાહનથી ગુજરાતની મ્યુનિસીપાલિટીઓને લાભ.

ટીયર-2 અને ટીયર-3 શહેરોને સિટી ઇકોનોમિક રિજન તરીકે વિકસાવવાથી નાના શહેરોનો વિકાસ વેગવંતો બનશે.

જામનગરના ગ્લોબલ ટ્રેડીશનલ મેડિસીન સેન્ટરના અપગ્રેડથી પરંપરાગત ઔષધિઓનું વૈશ્વિક સંશોધન વધશે.

લોથલ અને ધોળાવીરાને પુરાતત્વીય વિરાસત ક્લસ્ટરમાં સમાવેશથી પ્રવાસનમાં 'વિરાસત ભી, વિકાસ ભી' સાકાર થશે.

20 આઇકોનિક પ્રવાસન સ્થળો માટે 10 હજાર ટુરિસ્ટ ગાઇડ તૈયાર કરવાથી સ્થાનિક રોજગારી વધશે.

કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, સ્વસહાય જૂથો અને ગ્રામીણ અર્થતંત્રને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કરદાતાઓનું સન્માન કરીને પ્રામાણિકતા વધારવા માટે કરવેરાની ભૂલને ગુનો નહીં પરંતુ દંડની જોગવાઈ કરવામાં આવી છે. સમગ્રતયા, આ બજેટ સર્વસમાવેશી, સર્વસ્પર્શી અને સામાન્ય માનવી સહિત સૌના વિકાસ, કલ્યાણ તથા વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે પ્રેરણાદાયી છે, એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now