Home Gujarat Chief Minister Bhupendra Patels 64th Birthday Visited Trimandir And Received Blessings

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 64મો જન્મ દિવસ : ત્રિમંદિરમાં દર્શન કરી મેળવ્યા આશીર્વાદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 64મો જન્મ દિવસ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 15, 2025, 09:54 AM IST

આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 64મો જન્મ દિવસ છે. તેમનો જન્મ 15 જુલાઈ 1962ના રોજ અમદાવાદાં થયો હતો. પોતાના 64મા જન્મદિનના અવસરે અડાલજ ખાતે આવેલા ત્રિમંદિરમાં ભક્તિભાવથી દર્શન અને પૂજન કર્યું હતું.

આ અવસરે મુખ્યમંત્રીએ ત્રિમંદિરના દેવસ્થાનમાં શાંતિ અને કલ્યાણની કામનાઓ સાથે પૂજા અર્ચના કરી હતી અને રાજ્યના વિકાસ માટે આશીર્વાદ મેળવ્યા હતા.

જન્મદિવસની શરૂઆત તેમણે આધ્યાત્મિક તિર્થના દર્શનથી કરી હતી, જે તેમની સાવધ અને સાધનાપૂર્ણ જીવનશૈલીને દર્શાવે છે.

મંદિર ખાતે ઉપસ્થિત રહી આવેલા ભક્તો અને સાધુસંતોએ પણ મુખ્યમંત્રીએ લાંબી આયુષ્ય અને સુખ-સમૃદ્ધિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now