Home Gujarat Chief Justice Hoists Flag In Gujarat Hc And Wears Thread On Gandhiji

ગુજરાત HCમાં ચીફ જજે ધ્વજવંદન કરી ગાંધીજીને સુતરની આંટી પહેરાવી : પોલીસ હેડ ક્વાટરમાં DyCM હર્ષ સંઘવી અને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પોલીસ કમિશનરે ધ્વજવંદન કર્યું

ગુજરાત HCમાં ચીફ જજે ધ્વજવંદન કરી ગાંધીજીને સુતરની આંટી પહેરાવી
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2026, 11:28 AM IST

77મા પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે અમદાવાદ શહેરમાં વિવિધ સ્થળોએ દેશભક્તિભાવ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટ, મકરબા ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર, શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર તેમજ શહેરની વિવિધ સ્કૂલ-કોલેજોમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉત્સાહપૂર્વક યોજાઈ હતી.

ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી

અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટમાં હાઇકોર્ટના ચીફ જજ સુનિતા અગરવાલ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ અવસરે ચીફ જજ સહિતના જજોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમ દ્વારા સ્વતંત્રતા, સત્ય અને અહિંસાના મૂલ્યોને યાદ કરી રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો.

પોલીસ હેડક્વાર્ટર ખાતે હર્ષ સંઘવીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

બીજી તરફ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા મકરબા સ્થિત ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં DyCMએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ પોલીસ પરેડ નિહાળી હતી. શિસ્તબદ્ધ પરેડ અને દળની કાર્યક્ષમતાએ ઉપસ્થિત સૌને ગૌરવની લાગણી અનુભવી હતી.

શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પોલીસ કમિશનર ધ્વજવંદન કર્યું

તેમ જ શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિક દ્વારા રાષ્ટ્રીય ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ અવસરે ફરજ પ્રત્યે ઉત્તમ કામગીરી કરનાર અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમોમાં દેશભક્તિ, શિસ્ત અને સેવા ભાવના સ્પષ્ટ રીતે જોવા મળી હતી અને પ્રજાસત્તાક દિનની ઉજવણી અમદાવાદ માટે ગૌરવભર્યો પ્રસંગ બની રહી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now