Home Gujarat Chhari Dhandh Gets Global Ramsar Site Status

‘છારી-ઢંઢ’ને મળ્યો વૈશ્વિક ‘રામસર સાઇટ’નો દરજ્જો : CM ભૂપેન્દ્ર પટેલને વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ અર્પણ કર્યું પ્રમાણપત્ર

‘છારી-ઢંઢ’ને મળ્યો વૈશ્વિક ‘રામસર સાઇટ’નો દરજ્જો
Published by: OBS Bureau
Last Updated: Feb 06, 2026, 07:48 AM IST

કચ્છના બન્નીનું રતન ‘છારી-ઢંઢ’ને સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર કરાઈ છે. ‘છારી-ઢંઢ’ને મળેલા આ વૈશ્વિક ‘રામસર સાઇટ’ના દરજ્જાનું પ્રમાણપત્ર ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વન વિભાગ તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ કર્યું હતું.

‘છારી-ઢંઢ’ને મળેલા વૈશ્વિક ‘રામસર સાઇટ’ના દરજ્જાનું પ્રમાણપત્ર

મુખ્યમંત્રીએ ગુજરાતની આ સિદ્ધિ બદલ મંત્રીશ્રી સહિત વન વિભાગની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે, છારી-ઢંઢ એ ગુજરાતનું આ પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છે.

ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા હવે વધીને પાંચ થઈ

ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે કે કચ્છ જિલ્લામાં આવેલ 'છારી ઢંઢ પક્ષી અભયારણ્ય'ને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા રામસર વેટલેન્ડ્સની યાદીમાં તાજેતરમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા હવે વધીને પાંચ થઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી સ્થિતિ સર્જાશે!
જૈન મુનિ સાગરચંદ્ર વિવાદના વમળમાં...
જામનગરને મળી મોટી ભેટ
એમ.એસ. યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં એન્ટ્રન્સ ટેસ્ટ મુદ્દે હોબાળો
નંદેસરી GIDCના ઉદ્યોગો માટે 'સ્ટીમ હાઉસ' બન્યું સંજીવની