Home National Chandauli Bulldozer Action Sp Office Demolition Road Widening

યોગીના બુલડોઝર એક્શનમાં સપાની ઓફિસ સહિત 300 મકાનો ધ્વસ્ત : મોટા મોટા નેતાઓની ઊંઘ થઈ હરામ

ડિમોલિશનની છબી
Image Credit: AI
Published by: Niraj Chokshi
Last Updated: May 08, 2026, 01:17 PM IST

ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લામાં પ્રશાસને મોટાપાયે બુલડોઝર એક્શન હાથ ધરતા રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે. રોડ પહોળા કરવાની યોજના અંતર્ગત 300થી વધુ બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે, જેમાં સમાજવાદી પાર્ટીનું કાર્યાલય પણ સામેલ છે. પ્રશાસનનું કહેવું છે કે આ તમામ બાંધકામો દબાણ હેઠળ આવતા હતા અને માર્ગ વિકાસ માટે તેમને દૂર કરવું અનિવાર્ય હતું. આ કાર્યવાહી દરમિયાન ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

સમાજવાદી પાર્ટીની ઓફિસ તોડી પડાઈ

આ કાર્યવાહીમાં સમાજવાદી પાર્ટીનું સ્થાનિક કાર્યાલય પણ તોડી પાડવામાં આવ્યું છે. જેના કારણે રાજકીય વિવાદ વધુ તીવ્ર બન્યો છે. પાર્ટીના નેતાઓએ આ પગલાને રાજકીય પ્રેરિત ગણાવીને પ્રશાસન પર નિશાન સાધ્યું છે. તેમનું કહેવું છે કે વિકાસના નામે ચોક્કસ રાજકીય પક્ષને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: નોકરીની લાલચ આપી 35 યુવતીઓને લઈ જવાઈ ઝારખંડ : પછી એમની સાથે જે કરવામાં આવ્યું તે જાણીને ઉકળી જશે તમારું લોહી

પ્રશાસનનો દાવો

જિલ્લા પ્રશાસનના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી સંપૂર્ણપણે કાયદાકીય પ્રક્રિયા મુજબ કરવામાં આવી છે. અગાઉથી નોટિસ આપી અને જરૂરી સમય આપ્યા બાદ જ એક્શન લેવામાં આવ્યું છે. તેમને વધુમાં જમાવ્યું કે, રોડ પહોળો થવાથી ટ્રાફિક સમસ્યા દૂર થશે અને વિસ્તારના વિકાસને ગતિ મળશે.

આ પણ વાંચો: "મમતા દીદી દિલ્હીથી લડે, 17 કરોડ મુસ્લિમો તેમની સાથે છે" : બંગાળના રાજકારણમાં બાંગ્લાદેશની એન્ટ્રી! નાહિદ ઈસ્લામનું ભડકાઉ નિવેદન

સ્થાનિક લોકો પર અસર

આ કાર્યવાહીથી અનેક નાના વેપારીઓ અને રહેવાસીઓ પ્રભાવિત થયા છે. ઘણા લોકોની દુકાનો અને મકાનો તોડી પાડવામાં આવતા રોજગાર અને રહેઠાણ અંગે ચિંતા ઊભી થઈ છે. સ્થાનિકોએ પુનર્વસન અને વળતર અંગે સ્પષ્ટતા કરવાની માંગ કરી છે. કેટલાક લોકોએ આ કાર્યવાહીને જરૂરી ગણાવી છે જ્યારે કેટલાક લોકો તેને કઠોર ગણાવી છે.

બુલડોઝર એક્શન

ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી બુલડોઝર એક્શન રાજકીય ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે. વિકાસ, કાયદો અને વ્યવસ્થા તથા અતિક્રમણ દૂર કરવાની કામગીરી વચ્ચે સંતુલન જાળવવું પ્રશાસન માટે પડકારરૂપ બની રહ્યું છે. આગામી દિવસોમાં આ મુદ્દે રાજકીય તણાવ વધવાની શક્યતા છે. રોડ વિકાસ અને સ્થાનિક લોકોના હિત વચ્ચે સંતુલન જાળવવું હવે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now