Home National Chhattisgarh Kanker Human Trafficking 35 Girls Job Fraud

નોકરીની લાલચ આપી 35 યુવતીઓને લઈ જવાઈ ઝારખંડ : પછી એમની સાથે જે કરવામાં આવ્યું તે જાણીને ઉકળી જશે તમારું લોહી

યુવતી પ્રતિકારાત્મક છબી
Image Credit: FB
Published by: Niraj Chokshi
Last Updated: May 08, 2026, 11:37 AM IST

છત્તીસગઢના કાંકેર જિલ્લામાંથી માનવ તસ્કરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં 35 યુવતીઓને નોકરી આપવાના બહાને ફસાવીને ઝારખંડ લઈ જવામાં આવી હતી. આ ઘટના એ ફરી એક વખત દેશભરમાં ચાલતી માનવ તસ્કરીની ગંભીર સમસ્યાને ઉજાગર કરી છે. આ યુવતીઓને સારી નોકરી અને વધુ કમાણીની લાલચ આપી તેમના પરિવારજનોને વિશ્વાસમાં લઈ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ઝારખંડમાં લઈ જઈ શંકાસ્પદ પરિસ્થિતિમાં રાખવામાં આવી હતી.

ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ

તપાસમાં જાણવા મળ્યું છે કે આ સમગ્ર મામલો એક સુગઠિત ગેંગ દ્વારા કરવામાં આવ્યો હતો જે ગ્રામ્ય વિસ્તારોમાં જઈને નોકરીની લાલચ આપીને યુવતીઓને ફસાવતી હતી. સ્થાનિક પોલીસ અને પ્રશાસનને મળેલી માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી અને બાદમાં આ ગેંગના કારસ્તાનનો પર્દાફાશ થયો. પોલીસે કેટલીક શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે.

આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક યુવતીએ તેના પરિચિત યુવકને એક વીડિયો બનાવીને સંદેશો આપ્યો. યુવતીએ જણાવ્યું કે અહીં તેમને ફસાવવામાં આવ્યા છે. શરૂઆતમાં ટ્રેનિગનાં નામ લઈ જવામાં આવ્યા બાદ દબાણ કરાતું હોવાનું જણાવવામાં આવ્યું. યુવકને પ્રશાસનને વાત કરી. કાંકેરના કલેક્ટર નિલેશ ક્ષીરસાગરને જાણ થતા જ પોલીસને જામ કરવામાં આવી અને કાર્યવાહી કરવામાં આવી.

આ પણ વાંચો: રિક્ષાની રાહ જોતી યુવતી પર હુમલાના કેસમાં સનસનીખેજ વળાંક : યુવતીએ પોતે જ રચ્યું હતું આખું ષડયંત્ર, કારણ જાણી પોલીસ પણ સ્તબ્ધ

વધતી માનવ તસ્કરી

ભારતમાં માનવ તસ્કરીના કેસો છેલ્લા કેટલાક વર્ષોમાં સતત સામે આવી રહ્યા છે. ખાસ કરીને ગરીબ અને ગ્રામ્ય વિસ્તારોની યુવતીઓ આ પ્રકારની છેતરપિંડીનો શિકાર બને છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા મુજબ માનવ તસ્કરીના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે સુરક્ષા વ્યવસ્થાઓ માટે ચિંતાજનક છે.

આ પણ વાંચો: મુંબઈના તરબૂચ કેસમાં ચોંકાવનારો ખુલાસો : આખરે એક જ પરિવારના 4 સભ્યોના મોતના રહસ્ય પરથી ઉચકાયો પડદો

સરકાર અને પોલીસ માટે પડકાર

આવા કેસો સરકાર અને કાયદા અમલવારી એજન્સીઓ માટે મોટો પડકાર છે. લોકોને જાગૃત કરવું, રોજગારના સાચા અવસર ઉપલબ્ધ કરાવવું અને ગેરકાયદેસર નેટવર્કને તોડી પાડવું. આ ત્રણ મુદ્દા સૌથી મહત્વપૂર્ણ બની રહ્યા છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે અને સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી તેજ કરી છે. આ ઘટના સમાજ માટે ચેતવણીરૂપ છે કે નોકરીના લાલચમાં આવીને અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો જોઈએ. પરિવારજનોને પણ આવા પ્રસ્તાવો અંગે સંપૂર્ણ તપાસ કર્યા વગર નિર્ણય ન લેવો જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now