Home Gujarat Chaitar Vasavani Threatens Police Over Attack On Narmada Aap President

"જો 24 કલાકની અંદર આરોપીઓ નહીં પકડાય તો..." : નર્મદા AAP પ્રમુખ પર હુમલા મુદ્દે ચૈતર વસાવાની પોલીસને ચિમકી

"જો 24 કલાકની અંદર આરોપીઓ નહીં પકડાય તો..."
Published by: OBS Bureau
Last Updated: Dec 05, 2025, 12:05 PM IST

Chaitar Vasava on AAP Pramukh Case: નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પર બુટલેગર દ્વારા હુમલો કરવાનો પ્રયાસ થયો હતો. સદભાગ્યે આ હુમલો નિષ્ફળ રહ્યો છે અને કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પરંતુ ઘટનાને રાજકીય તણાવનો રંગ મળતા મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. આ મામલે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસને ચિમકી ઉચ્ચારી છે.

હુમલા બાદ જિલ્લા પ્રમુખ સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતન વસાવા તાત્કાલિક રાજપીપળા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં તેમણે પોલીસ પી.આઈ. સાથે ચર્ચા કરી હતી. પાર્ટી કાર્યકરો દ્વારા આરોપીઓને ઝડપથી પકડી લેવા અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

નર્મદા પોલીસ પી.આઈ. એ ધારાસભ્ય ચેતન વસાવાને આ અંગે જણાવું હતું કે, 24 કલાકની અંદર આરોપીઓને પકડી લઈશું, તેમના હથિયાર અને તેમના વાહન પણ જપ્ત કરીશું. અને આવનાર દિવસોમાં તેમની દરખાસ પણ કલેકટરને મોકળીશું. ત્યારે ચૈતર વસાવા એ કહ્યું કે "જો આમ નહીં થાય તો અમે બધા જ લોકો નીરંજન ભાઈ અને તેમના પરિવારની સુરક્ષા માટે ભેગા થઈશું, SP સાહેબની કચેરીએ જઈશું અને વિનંતી કરીને તેમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય તેવી અમે માંગ કરીશું."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ