Home Gujarat Chaitar Vasava Arrest Case Gopal Italia Told The Police Let Me Go I Am An Advocate Today

ચૈતર વસાવા ધરપકડ કેસ : ગોપાલ ઈટાલિયાએ પોલીસને કહ્યું, 'આજે MLA નહીં હું એડવોકેટ છું, ક્લાયન્ટ રાહ જુએ છે'

ચૈતર વસાવા ધરપકડ કેસ
Published by: OBS Bureau
Last Updated: Jul 06, 2025, 11:18 AM IST

MLA Chaitar Vasava case: નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે થયેલી બબાલમાં ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. જેમને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા, તે સમય દરમિયાન કોર્ટ આગળ ગોપાલ ઈટાલિયા પણ પહોંચ્યા હતા. તે દરમિયાન પોલીસ અને ગોપાલ ઈટાલિયા બોલાચાલી થઈ હતી. તે દરમિયાન ગોપાલ ઈટાલિયાએ આજે હું ધારાસભ્ય બનીને નહી પરંતુ વકીલ બનીને આવ્યું છું તેમ જણાવ્યું હતું.

''આજે વકીલ છું, તમે કાયદાને માનો છો કે, નહી?''

ગોપાલ ઈટાલિયાએ પોલીસ સાથે વાતચીત કરતા કહ્યું કે, ''આજે વકીલ છું, તમે કાયદાને માનો છો કે, નહી? એક એડવોકેટને કોર્ટમાં જતા કેવી રીતે રોકી શકો છો? કોર્ટ ઓપન છે, ત્યાં કોણ વકીલ આવશે ને કોણ નહીં આવે તે કોણ નક્કી કરશે? તેમ વકીલને પોલીસ સ્ટેશનમાં નહી આવવા દો તમે વકીલને કોર્ટમાં નહી આવવા દો? તો અમારે જવાનું ક્યાં? તમે કોર્ટના દરવાજા ખોલો''

જુઓ આ સમગ્ર વિવાદનો Video 

''તાનાશાહીની હદ આજે હટાવી ''
આ દરમિયાન આમ આદમીના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યા હતા કે, ''ભાજપના ઈશારે પોલીસ તંત્રએ કોર્ટને છાવણીમાં ફેરવ્યું છે, એડવોકેટ ગોપાલ ઈટાલીયાને પણ સુનાવણીમાં જતાં રોકવામાં આવે. ચૈતરભાઈ વસાવા સાથે આતંકવાદી વ્યવહાર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે, તાનાશાહી આજે સમગ્ર ગુજરાતમાં છતી પડી, જનતાની અદાલતને પોલીસે બાનમાં લીધી છે, મીડિયા મિત્રોને અંદર જતા રોકવામાં આવે છે, તાનાશાહીની હદ આજે ભાજપે વટાવી છે''

જાણો સમગ્ર મામલો?

શનિવારે સાંજે ડેડિપાડા પ્રાંત કચેરી ખાતે એટીવીટી સંકલન બેઠક હતી. જે દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે મામલો બિચક્યો અને સીધો જ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. જે મામલે ચૈતર વસાવાની અટકાયત બાદ ધરપકડ કરવામાં આવી છે. જેમાં ચૈતર વસાવા સામે અભદ્ર ભાષા બોલવાનો અને પોલીસ સાથે ગેરવર્તણૂંક કરવાનો પણ આક્ષેપ થયો છે. ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવતા તેમના સમર્થકો એકઠા થઈ ગયા હતા અને સૂત્રોચાર સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. આ સમગ્ર કેસ મામલે પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમને 3 વાગ્યે ડેડિપાડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી નર્મદાના રાજપીપળાની એલસીબીની ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના સમર્થકોએ ગાડી સામે હંગામો મચાવ્યો હતો જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું. જો કે, આ બધાની વચ્ચે પોલીસ તેમને રાજપીપળા લઈ ગઈ હતી. હવે ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now