Home Business Central Government Employees Deadline For 8th Pay Commission Extended Suggestions Submitted Till March 31

8th Pay Commission : કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર, 8મા પગાર પંચની ડેડલાઇન વધી, હવે આ તારીખ સુધી આપી શકાશે સૂચનો

8th Pay Commission
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 05:24 AM IST

8th Pay Commission Update: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. 8મા પગાર પંચ (8th Pay Commission) માટે મંતવ્યો અને સૂચનો રજૂ કરવાની સમયમર્યાદા હવે વધારીને 31 માર્ચ, 2026 સુધી કરી દેવામાં આવી છે. અગાઉ આ ડેડલાઇન 16 માર્ચ હતી, પરંતુ વિવિધ કર્મચારી સંગઠનોની રજૂઆત અને પ્રશ્નાવલીના ઊંડાણપૂર્વક અભ્યાસ માટે વધુ સમયની માંગણીને ગ્રાહ્ય રાખીને સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.

પગાર પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી 18 મુદ્દાઓની વિસ્તૃત પ્રશ્નાવલી પર હવે કર્મચારીઓ, યુનિયનો અને પેન્શનધારકો વધુ સારી રીતે વિચારીને પોતાનો પ્રતિસાદ આપી શકશે. આ સૂચનો અત્યંત મહત્વના છે કારણ કે તેના આધારે જ ભવિષ્યમાં કર્મચારીઓના પગાર વધારા, ફિટમેન્ટ ફેક્ટર અને પેન્શનના માળખામાં ફેરફાર નક્કી કરવામાં આવશે. MyGov પ્લેટફોર્મ દ્વારા આ પ્રક્રિયાને પારદર્શક બનાવવામાં આવી છે, જેથી છેવાડાનો કર્મચારી પણ પોતાની વાત સીધી સરકાર સુધી પહોંચાડી શકે.

કયા 18 મુદ્દાઓ પર આપી શકાશે પ્રતિસાદ?

8મા પગાર પંચની પ્રશ્નાવલીમાં કુલ 18 મુખ્ય પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રશ્નો સીધી રીતે કર્મચારીઓના આર્થિક હિત સાથે જોડાયેલા છે. જેમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર સલાહ માંગી છે:

  • ફિટમેન્ટ ફેક્ટર: પગાર વધારા માટેનો ગુણાંક કેટલો હોવો જોઈએ?

  • ન્યૂનતમ પગાર: મોંઘવારીને જોતા લઘુત્તમ વેતન કેટલું નક્કી કરવું?

  • મોંઘવારી ભથ્થું (DA/DR): ભથ્થાની ગણતરીની પદ્ધતિમાં સુધારો

  • પેન્શન અને ગ્રેચ્યુઇટી: નિવૃત્તિ પછીના લાભો અને ગ્રેચ્યુઇટીની મર્યાદા

  • પરફોર્મન્સ લિંક્ડ પે: કામગીરીના આધારે પગાર વધારાની શક્યતાઓ

કર્મચારી યુનિયનોની શું છે મુખ્ય માંગણીઓ?

વિવિધ કર્મચારી સંગઠનોએ આઠમા પગાર પંચ સમક્ષ પોતાની આક્રમક માંગણીઓ રજૂ કરી છે, જે નીચે મુજબ છે:

  1. ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો: હાલના 2.57 થી વધારીને 3.68 કરવાની માંગ

  2. બેઝિક સેલેરી: લઘુત્તમ પગાર રૂ.18,000 થી વધારીને રૂ.26,000 થી રૂ.34,560 ની વચ્ચે રાખવાની રજૂઆત

  3. OPS ની વાપસી: નવી પેન્શન યોજનાને બદલે જૂની પેન્શન યોજના (Old Pension Scheme) ફરી લાગુ કરવી

  4. એરિયર્સની ચુકવણી: કોરોના કાળમાં અટકેલા 18 મહિનાના મોંઘવારી ભથ્થાના એરિયર્સની વસૂલાત

  5. ભથ્થાઓમાં સુધારો: હાઉસ રેન્ટ (HRA), એજ્યુકેશન અને મેડિકલ અલાઉન્સમાં મોટો વધારો

MyGov પોર્ટલ પર કેવી રીતે નોંધાવશો તમારો અભિપ્રાય?

જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી કે પેન્શનર છો, તો તમે નીચેના સ્ટેપ્સ દ્વારા ઓનલાઈન સૂચન આપી શકો છો:

  • સૌ પ્રથમ MyGov.in વેબસાઇટ પર જાઓ.

  • તમારા મોબાઈલ નંબર અને OTP દ્વારા લોગિન કરો (જો અકાઉન્ટ ન હોય તો નવું રજિસ્ટ્રેશન કરો)

  • હોમપેજ પર ‘Activities’ અથવા ‘Consultations’ સેક્શનમાં જાઓ

  • ત્યાં ‘8th Central Pay Commission Questionnaire’ ની લિંક પર ક્લિક કરો

  • અહીં તમે પીડીએફ ફાઇલ જોઈ શકશો. તમે તમારું સૂચન સીધું કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અથવા વર્ડ/પીડીએફ ફાઇલ અપલોડ કરી શકો છો.

  • તમે ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી સહિત કોઈપણ ભાષામાં તમારો ફીડબેક આપી સબમિટ કરી શકો છો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now