Home Gujarat Census In Gujarat From April 20 Central Government Issues Important Notification For Census 2027

ગુજરાતમાં 20 એપ્રિલથી વસતિ ગણતરી : 33 સવાલ પૂછશે, વસતિ ગણતરી–2027 માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી, જાણો વિગતે

ગુજરાતમાં 20 એપ્રિલથી વસતિ ગણતરી
Published by: OBS Bureau
Last Updated: Feb 09, 2026, 03:07 PM IST

ગુજરાતમાં આગામી વસતિ ગણતરીની પ્રક્રિયા અંતર્ગત 20 એપ્રિલથી હાઉસ લિસ્ટિંગ કામગીરી શરૂ કરવામાં આવશે, જે 19 મે સુધી ચાલશે. આ દરમિયાન દરેક ઘર અંગેની વિગતો તેમજ રહેણાંક, સુવિધાઓ અને અન્ય જરૂરી માહિતીઓ એકત્રિત કરવામાં આવશે. આ પ્રક્રિયા આગામી વસતિ ગણતરી–2027 માટેનો મહત્વપૂર્ણ ભાગ છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ 1 એપ્રિલ 2026થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન સમગ્ર દેશમાં હાઉસલિસ્ટિંગની કામગીરી હાથ ધરાશે. આ અંગેની સૂચના ગુજરાત સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગ (પ્લાનિંગ) દ્વારા ગુજરાત ગવર્નમેન્ટ ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે.

33 પ્રશ્નો પૂછવામાં આવશે!

આ વસતિ ગણતરી દરમિયાન કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. ખાસ વાત એ છે કે હાઉસ ટુ હાઉસ ગણતરી શરૂ થાય તે પહેલાં 15 દિવસ માટે સ્વ-ગણતરી (Self Enumeration)ની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા નાગરિકોને પોતાની માહિતી જાતે જ નોંધાવવાની તક મળશે, જેથી માહિતી વધુ ચોક્કસ અને સમયસર એકત્રિત કરી શકાય. આગામી સમયમાં આ કામગીરી માટે અધિકારીઓ અને કર્મચારીઓને વિશેષ તાલીમ આપવામાં આવશે. વસ્તી ગણતરીના સફળ અમલ માટે રાજ્ય, જિલ્લા, મહાનગરપાલિકા અને તાલુકા સ્તરે જરૂરી વ્યવસ્થાઓ માટે અલગ-અલગ બજેટ ફાળવવામાં આવ્યું છે. રાજ્ય સ્તરે IT સાધનો, વાહનો માટે POL ખર્ચ અને અન્ય કામગીરી માટે 10 લાખ રૂપિયા, જિલ્લા અને મહાનગરપાલિકા સ્તરે 5 લાખ રૂપિયા અને તાલુકા સ્તરે 1 લાખ રૂપિયા સુધીની જોગવાઈ રાખવામાં આવી છે.

ગણતરીકારોને તાલીમ આપવામાં આવશે

આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મોબાઇલ એપ્લિકેશન અને CMMS પોર્ટલના માધ્યમથી ડેટા એકત્રિત કરી રિયલ-ટાઈમ મોનિટરિંગ કરવામાં આવશે. સમગ્ર દેશમાં અંદાજે 100 રાષ્ટ્રીય ટ્રેનર્સ, 2000 માસ્ટર ટ્રેનર્સ અને 44,000 ફીલ્ડ ટ્રેનર્સ દ્વારા લાખો ગણતરીકારોને તાલીમ આપવામાં આવશે. આ આધુનિક અને ટેકનોલોજી આધારિત વ્યવસ્થાથી વસતિ ગણતરી વધુ પારદર્શક, ઝડપી અને અસરકારક બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી સ્થિતિ સર્જાશે!
જૈન મુનિ સાગરચંદ્ર વિવાદના વમળમાં...
જામનગરને મળી મોટી ભેટ
એમ.એસ. યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં એન્ટ્રન્સ ટેસ્ટ મુદ્દે હોબાળો
નંદેસરી GIDCના ઉદ્યોગો માટે 'સ્ટીમ હાઉસ' બન્યું સંજીવની