Home Gujarat Cctv Footage Emerges Of Last Rites At Odhav Crematorium

ઓઢવ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કારને લઈ સામે આવ્યા CCTV : સ્મશાનમાં કામ કરતો કોન્ટ્રાક્ટર જ ચિતા ઉપર ટાયર મૂકતો દેખાયો

ઓઢવ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કારને લઈ સામે આવ્યા CCTV
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 01, 2025, 06:11 PM IST

ઓઢવ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે ટાયર અને ગોદડાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાને લઈને બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં જે મોટું ટાયર ચિતા ઉપર મૂકવામાં આવ્યું છે તે ટાયર સ્મશાનમાં કોન્ટ્રાક્ટ તરીકે કામ કરતો કોન્ટ્રાક્ટર જ ચિતા ઉપર ટાયર મૂકતો વીડિયોમાં જોવા મળે છે. સીસીટીવી ફૂટેજમાં ત્યાં લાકડા મૂકવામાં આવેલા છે અને લાકડાથી ચિતા સળગાવવામાં આવી છે. લાકડા મારફતે ચિતા સળગાવવામાં આવી રહી છે છતાં પણ તેના ઉપર ટાયર મૂકીને સળગાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્મશાન ગૃહમાં જે લાકડાઓ રાખવામાં આવેલા હતા તેમાં મોટાભાગના લાકડાઓ ગોડાઉનમાં હતા અને કેટલાક લાકડા ભીના હતા, જ્યારે કેટલાક લાકડા સૂકા હતાં. ઓઢવ સ્મશાન ગૃહમાં જે સીસીટીવી લગાવવામાં આવ્યા તેના ફૂટેજમાં સામે આવ્યું કે લાકડાઓ મૂકી અને ચિતાઓ સળગાવવામાં આવી મોટાભાગની ચિતાઓ લાકડાથી સળગી. ત્યારે સીસીટીવી ફૂટેજમાં કેટલાક લોકો હાથમાં ટાયર લઈ અને ચિતામાં રાખવાનો પ્રયત્ન કરતા હોય તેવું જોવા મળે છે. ઓઢવ સ્મશાન ગૃહના જે સીસીટીવી ફૂટેજ છે તેમાં અનેક ચિતાઓ લાકડાથી સળગી જ રહી હોવાનું પણ સામે આવ્યું. જે મોટું ટાયર ચિતા ઉપર મૂકવામાં આવ્યું તે ટાયર સ્મશાનમાં કોન્ટ્રાક્ટ તરીકે કામ કરતો કોન્ટ્રાક્ટર જ ચિતા ઉપર ટાયર મૂકતો વીડિયોમાં જોવા મળે છે.

વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા મેયર પ્રતિભા જૈન આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે, સ્માર્ટ સિટી અમદાવાદમાં આવેલા સ્મશાન ગૃહોમાં લાકડાઓમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે. ઓઢવ સ્મશાન ગૃહમાં લાકડા નહોતા ખૂબ જ શરમજનક વાત કહેવાય છે.

મૃતકના પરિવારજનો દ્વારા અંતિમ સંસ્કાર લાકડામાં થાય તેના માટે રાહ જોઈ છે. સ્મશાનોમાં ભ્રષ્ટાચાર થાય છે. આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ માત્ર ન કરો તેમની સામે ફરિયાદ કરો અને જેલમાં નાખો. હવે મૃતકોના અંતિમ સંસ્કારમાં લાકડામાં ભ્રષ્ટાચાર થાય છે.

કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખે રજૂઆત કરી હતી કે, કોન્ટ્રાક્ટ ભાજપ સાથે જોડાયેલો છે. ગંભીરતા લેવી જોઈએ. જૈન મેયર હતા ત્યારે આવો બનાવ બન્યો ત્યારે ધાર્મિક લાગણી દુભાવી જોઈએ નહી.

ત્યારે અમરાઈવાડી વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર જગદીશ રાઠોડે જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટરો દ્વારા ટેન્ડરની શરત મુજબ સ્મશાનમાં કામ થતું નથી. સ્મશાનગૃહ સલામત નથી. હાટકેશ્વર સ્મશાનમાંથી દારૂની બોટલો મળી છે. કોન્ટ્રાક્ટરો સામે ફરિયાદ મળી છે.

મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, ઓઢવ સ્મશાનની બાબત આ બાબત ખુબ જ ગંભીર છે. અમે નોટિસ આપી. કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા સુધીની કાર્યવાહી થશે. જે અધિકારી જવાબદાર હશે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. લાકડા ગોડાઉનમાં હતા અને વરસાદમાં થોડા લાકડા ભીના હતા.ઉલ્લેખનીય છે કે ટાયર અને ટ્યુબ લઈને આવવામાં આવી રહ્યા હોય તો સિક્યુરિટી ગાર્ડ દ્વારા કેમ આવા લોકોને રોકવામાં આવ્યા નહીં તેને લઈને પણ સવાલ ઊભા થયા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now