Home Gujarat Cb S Yash Dayal Accused Of Cheating Assault Fir Filed

RCBના સ્ટાર બોલર સામે જાતીય શોષણની ફરીયાદ : યુવતીએ હિંસા અને છેતરપિંડીના સહિતના લગાવ્યા ગંભીર આરોપ

RCBના સ્ટાર બોલર સામે જાતીય શોષણની ફરીયાદ
Published by: OBS Bureau
Last Updated: Jun 30, 2025, 12:48 PM IST

IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને તાજેતરમાં ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ભારતીય ક્રિકેટર યશ દયાલ એક મોટા વિવાદમાં ફસાઈ ગયા છે. ઉત્તર પ્રદેશની એક મહિલાએ દયાલ પર જાતીય શોષણ, હિંસા અને છેતરપિંડીના ગંભીર આરોપ લગાવ્યા છે. પીડિત મહિલાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્ય પોલીસને સોશિયલ મીડિયા દ્વારા ન્યાય માટે અપીલ કરી છે.

શું હતી ફરીયાદ?
યુવતીએ યુપીના મુખ્યમંત્રી હેલ્પલાઇન પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી અને તેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. જેમાં દયાલ સાથેનો પોતાનો ફોટો પણ શેર કર્યો હતો. પોતાની ફરિયાદમાં આ મહિલાએ દાવો કર્યો છે કે તે છેલ્લા 5 વર્ષથી ક્રિકેટર સાથે સંબંધમાં હતી. તેણીએ આરોપ લગાવ્યો છે કે, દયાલે લગ્નની લાલચ આપીને તેનું ભાવનાત્મક, માનસિક અને શારીરિક શોષણ કર્યું હતું. મહિલાએ ફરિયાદમાં દાવો કર્યો હતો કે, ક્રિકેટરે યુવતીને તેના પરિવાર સાથે પરિચય કરાવ્યો હતો. ક્રિકેટરે આ યુવતીને ભાવિ પુત્રવધૂ તરીકે રજૂ કરી હતી, જેના કારણે યુવતીએ વિશ્વાસ કર્યો હતો.

કોણ છે યશ દલાલ
મૂળ ઉત્તર પ્રદેશનો આ ક્રિકેટર ઉત્તર પ્રદેશની ઘરેલી ક્રિકેટ સાથે IPLમાં RCB માટે રમી રહ્યો છે.ગયા વર્ષે પણ તેને પહેલી વાર ભારતની T20 ટીમમાં સ્થાન મળ્યું હતું. યશ દયાલે ઇન્ડિયા A માટે પણ ઘણી બધી મેચો રમી છે. યશ દયાલે RCBને IPLમાં પ્રથમ વખત ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જોકે હવે આ આરોપોએ દયાલની સિદ્ધિઓની ચમક ઝાંખી કરી દીધી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now