Home Gujarat Cautionary Tale For The Population Of The Entire City Including Surat

“રિક્ષાની પાછળ ચોર કે ગુંડાઓ આવી રહ્યા છે, તમારું ઘરેણું બચાવજો! : કહીને વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતી ગેંગની ધરપકડ

“રિક્ષાની પાછળ ચોર કે ગુંડાઓ આવી રહ્યા છે, તમારું ઘરેણું બચાવજો!
Published by: OBS Bureau
Last Updated: May 20, 2025, 01:25 PM IST

સુરત શહેરમાં એકલી રહેતી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરીને કરતી લૂંટ અને સ્નેચિંગ જેવા ગંભીર ગુનાઓ આચરતી એક કુખ્યાત ગેંગનો પર્દાફાશ થયો છે. ખટોદરા પોલીસ સ્ટાફે આ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત એક મહિલા આરોપીને ઝડપી પાડી ₹2.33 લાખના સોનાના ઘરેણાં સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ ગેંગ ખાસ કરીને 60 વર્ષથી વધુ ઉંમરની એકલવયી મહિલાઓને ટાર્ગેટ કરતી હતી. આરોપીઓ જાહેર સ્થળોએ મહિલાઓને ઓટો રિક્ષામાં લિફ્ટ આપવાના બહાને બેસાડતાં. રિક્ષામાં મહિલા આરોપી તેમની સાથે વિશ્વાસ મેળવનારી વાતચીત શરૂ કરીને થોડી વારમાં ડરાવનો માહોલ ઉભો કરતી કે, “રિક્ષાની પાછળ ચોર કે ગુંડાઓ આવી રહ્યા છે, તમારું ઘરેણું બચાવજો!” આવી ધમકીથી મહિલાઓ ભયભીત બની જાતે જ પોતાનું ગળાનું સોનાનું ઘરેણું કાઢી નાખતી અને ત્યારબાદ આ ગેંગના સભ્યો સ્થળ પરથી ફરાર થઈ જતાં હતા.

આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો
ખટોદરા પોલીસે આરસીડી પધ્ધતિ હેઠળ બંને આરોપીઓની ધરપકડ કરીને ₹2.33 લાખના સોનાના ઘરેણાં, મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી કબજે કરી છે.પોલીસે આરોપીઓ પાસેથી મળેલા સંકેતોના આધારે વધુ ગુનાઓના ભેદ ઉકેલવાની દિશામાં તલસ્પર્શી તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now