Home Gujarat Cash Stolen From Moped In Vadodra

ધોળા દિવસે પણ નથી અટકતા ચોર લૂંટારુ : મોપેડની ડિકીમાંથી રોકડની ચોરીને આપ્યો અંજામ

ધોળા દિવસે પણ નથી અટકતા ચોર લૂંટારુ
Published by: OBS Bureau
Last Updated: Apr 19, 2025, 04:47 PM IST

વડોદરા શહેરમાં દિનપ્રતિદિન ક્રાઇમના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે રાત્રે ચોરી લૂંટફાટની ઘટનાઓ બાદ હવે દિવસે પણ રેકી કરી ચોરી કરવાના બનાવો વધી ગયા છે ત્યારે એક વિડીયો સામે આવ્યો હતો જેમાં શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા રાજુ આમલેટની દુકાન પાસે એક મહિલા અને પુરૂષ પોતાનું મોપેડ પાર્ક કરી દુકાનમાં જાય છે. તેવામાં એક ગુલાબી ટી-શર્ટમાં એક શખ્સ તેમની પાછળ આવી પહોંચી છે, અને તકનો લાભ ઉઠાવી મોપેડની ડેકી તોડી રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ જાય છે.

આ સમયે તેની નજીક એક વ્યક્તિ મોબાઇલ પર વાત કરતો નજર પડે છે. પરંતુ ચોર એટલો શાતીર છે કે, સામે ઉભેલી વ્યક્તિને પણ ખ્યાલ નથી આવતો કે તે ચોરી કરી રહ્યો છે. જો કે આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવામાં આવી હતી. જેના પરિણામે પોલીસે ત્વરીત એક્શન લઇ સીસીટીવીની ચકાસણી શરૂ કરી હતી. જેમાં એક સીસીટીવીમાં મોપેડની ડેકીમાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયેલો શખ્સ નજરે પડે છે. પોલીસે મોપેડની ડેકીમાંથી ચોરી કરનાર શખ્સની શોધખોળ હાથ ધરી અને બાતમીદારો એક્ટિવ થતા મોપેડની ડેકીમાંથી રોકડ રકમની ચોરી કરનાર ચિરાગ ઉર્ફે બદ્રીશ શંકર ચૌધરીને દબોચી લેવામાં આવ્યો હતો.

પોલીસે આ મામલે ચિરાગ ઉર્ફે બદ્રીશની પુછતાછ કરતા જાણવા મળ્યું કે, તેણે નવાબજાર ભક્તિ સર્કલથી મોપેડને પીછો કરવાનો શરૂ કરી કારેલીબાગ પોલીસ સ્ટેશન થઇ કાસમઆલા કબ્રસ્તાન રસ્તે થઇ જીવન ભારતી ચાર રસ્તા પછી મુક્તાનંદ સર્કલથી અંબાલાલ પેટ્રોલ પમ્પ અને ત્યાંથી પરત મુક્તાનંદ થઇ રાજુ આમલેટના પાર્કિંગમાં પહોંચી મોપેડની ડેકમાંથી ચોરી કરી હતી. તપાસમાં એવું પણ સામે આવ્યું કે, ચિરાગ મોપેડ ચાલકને દુકાનમાં ખરીદી કરતા જોઇ ગયો અને તેને અંદાજોત લગાવી લીધો કે, ડેકીમાંથી રોકડ રકમ મળી આવશે. આમ આશરે આશરે ત્રણ કિ.મી જેટલો પીછો કરી તેને ચોરીને અંજામ આપ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now