Home Gujarat Case Of Two Advocates Being Beaten Up At Lunawada Police Station

બે એડવોકેટને લુણાવાડા પોલીસ સ્ટેશનમાં માર મરવાનો કેસ : CCTV અંગે જવાબ રજીસ્ટ્રાર જનરલને રીપોર્ટ સબમિટ કરવા HCનો હુકમ

બે એડવોકેટને લુણાવાડા પોલીસ સ્ટેશનમાં માર મરવાનો કેસ
Published by: OBS Bureau
Last Updated: Jul 31, 2025, 10:51 AM IST

લુણાવાડા તાલુકા પોલીસ મથકે અમદાવાદના ચાંદલોડિયાના વકીલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, લુણાવાડા પોલીસ મથકે બે ગાડીઓમાં આવેલા માણસો અને અન્ય 20 જેટલા લોકોએ તેમને પોલીસ મથકના પ્રાંગણમાં માર માર્યો હતો. વિગતો એવી છે કે, લુણાવાડાના યુવક યુવતીએ અમદાવાની કોર્ટમાં લગ્ન કર્યા હતા. જેમાં યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાતા પોલીસે યુવક અને યુવતીના નિવેદન લેવા માટે લુણાવાડ પોલીસ મથકમાં બોલાવ્યા આવ્યા હતા.


ફરિયાદ નોંધાવી હતી

તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, લુણાવાડા તાલુકા પોલીસ મથકના પ્રાંગણમાં તેમની ગાડી હતી. ત્યારે બે ગાડીઓ અને ટોળામાં કેટલાક લોકો આવ્યા હતા. જેઓએ યુવતી પોતાના સમાજની હોવાનું જણાવીને તે ભાગી ગઈ હોવાથી બંને વકીલોને માર માર્યો હતો. જો કે યુવતીએ દુપટ્ટો હટાવી મોઢું દેખાડતા તે પોતાના સમાજની નહીં હોવાની આરોપીઓને જાણ થઈ હતી. આ યુવતી અને આરોપીઓના સમાજની ભાગેલી યુવતી બંનેના નામ સરખા હતા. જો કે પોલીસ મથકે જ આરોપીઓએ કાયદો હાથમાં લેતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.


જવાબ રજીસ્ટ્રાર જનરલને રીપોર્ટ સબમિટ કરવા હુકમ

આ સંદર્ભે વકીલોએ લુણાવાડા પોલીસ મથક પાસેથી ઘટના સમયના CCTV ફૂટેજ માંગ્યા હતા. પરંતુ અહીં કોઈ કેમેરા લાગેલા ન હતા. જેથી બંને વકીલોએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી. અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે બંને વકીલોની પોલીસના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા જણાવ્યું હતું. સાથે જ એડિશનલ એડવોકેટ જનરલને ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પાસેથી સુપ્રીમ કોર્ટના CCTV અંગેના આદેશોના પાલન અંગે જવાબ રજીસ્ટ્રાર જનરલને રીપોર્ટ સબમિટ કરવા હુકમ કર્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now