Home Gujarat Car Loaded With Liquor Seized On Himmatnagar Prantij Highway

હિંમતનગર–પ્રાંતિજ હાઈવે પરથી દારુ ભરેલી કાર ઝડપાઈ : સીટો પર મુસાફરોની જગ્યાએ દારુની બોટલો ભરેલી, પોલીસ પણ ચોંકી ઉઠી!

હિંમતનગર–પ્રાંતિજ હાઈવે પરથી દારુ ભરેલી કાર ઝડપાઈ
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2026, 12:25 PM IST

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર–પ્રાંતિજ નેશનલ હાઈવે પર પોલીસને મોટી સફળતા મળી છે. રાજસ્થાનથી અમદાવાદ તરફ ગેરકાયદેસર રીતે વિદેશી દારુની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે હિંમતનગર એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી દારુ ભરેલી એક કાર ઝડપી પાડી છે.

સીટો પર મુસાફરોની જગ્યાએ દારુની બોટલો!

પ્રાપ્ત માહિતી મુજબ, કારની અંદર મુસાફરો બેસવાની સીટોમાં મુસાફરોની જગ્યાએ વિદેશી દારુની બોટલો જ બોટલો ભરેલી હતી. દારુની બોટલો ગમપટ્ટીથી ચુપકાવી રાખવામાં આવી હતી જેથી બહારથી કોઈને શંકા ન જાય. સમગ્ર કારમાં દારુ છલોછલ ભરેલો હોવાનો ખુલાસો થયો છે.

શંકાસ્પદ કારને રોકી તપાસ કરતા વિદેશી દારૂ ઝડપાયો

પોલીસને મળેલી બાતમી અનુસાર રાજસ્થાન તરફથી અમદાવાદ દિશામાં દારુની હેરાફેરી કરવામાં આવી રહી હતી. આ આધારે પોલીસે સાબરદાણ નજીક નેશનલ હાઈવે પર ચક્કાજામ કરીને વાહનોની તપાસ શરૂ કરી હતી. દરમિયાન શંકાસ્પદ કારને રોકી તપાસ કરતા તેમાં મોટા પ્રમાણમાં વિદેશી દારુ મળી આવ્યો હતો.

કાર સાથે દારુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

પોલીસે તરત જ કાર ચાલકની ધરપકડ કરી હતી અને કાર સાથે દારુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. હિંમતનગર એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા દારુ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now