Home Gujarat Car Driver Fatally Attacks Constable With Hockey Stick

મુળીમાં પોલીસ કોન્સ્ટેબલ પર ઘાતક હુમલો! : હોકી સ્ટિકથી ઘાયલ કરીને કારચાલક ફરાર, પોલીસની સલામતી પર સવાલ!

મુળીમાં પોલીસ કોન્સ્ટેબલ પર ઘાતક હુમલો!
Published by: OBS Bureau
Last Updated: Mar 06, 2026, 09:54 AM IST

Attack on Muli police constable: મોરબીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ઉદયભાઈ જગાભાઈ અઘારા અને તેમના ભાઈને રોડ પર રોકીને કાર ચાલકે કર્યો હુમલો, મુળી પોલીસમાં નોકરી કરતા પોલીસ કોન્સ્ટેબલ ઉદયભાઈ જગાભાઈ અઘારા મોરબી પોલીસમાં ફરજ બજાવે છે. તેઓ મુળી તાલુકાના વગડીયા ગામ નજીક મોટરસાયકલ પર પોતાના ભાઈ સાથે પસાર થઈ રહ્યા હતા.

પોલીસ કોન્સ્ટેબલ અને તેમના ભાઈ પર જોરદાર હુમલો

આ દરમિયાન એક કારચાલકે ખતરનાક રીતે કાર ચલાવી રહ્યો હતો. કોન્સ્ટેબલે તેને રોડ પર સરખી અને સુરક્ષિત રીતે કાર ચલાવવાનું કહ્યું, જેથી બંને વચ્ચે ઝઘડો થયો. ઝઘડો વધતાં કારચાલકે કારમાંથી હોકી સ્ટિક કાઢીને પોલીસ કોન્સ્ટેબલ અને તેમના ભાઈ પર જોરદાર હુમલો કર્યો. બંને ઈજાગ્રસ્ત થયા. હુમલા બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. ઈજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલે તાત્કાલિક મુળી પોલીસ સ્ટેશનમાં કારચાલક સામે ફરિયાદ નોંધાવી.

મુળી પંથકમાં ચિંતા વ્યાપી

મુળી પોલીસે હુમલાખોર કારચાલકની શોધખોળ શરૂ કરી છે અને તેને પકડવા માટે તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ મુળી પંથકમાં ચિંતા વ્યાપી છે કારણ કે પોલીસ કર્મચારીઓ પર પણ આવા હુમલા થતા હોવાથી પોલીસની સલામતી પર પણ સવાલ ઉભા થયા છે. આવા કાયદાવ્યવસ્થાના ભંગના બનાવોને રોકવા માટે સખ્ત કાર્યવાહીની જરૂર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now