Home Business Capgemini Acquires Wns For 33 Billion With A Focus In Ai Capabilities

Capgemini એ ભારતીય કંપની WNS ખરીદવાની જાહેરાત કરી : સોદો થયો આટલા હજાર કરોડમાં, AIની મદદથી બિઝનેસ વધારશે

Capgemini એ ભારતીય કંપની WNS ખરીદવાની જાહેરાત કરી
Published by: OBS Bureau
Last Updated: Jul 08, 2025, 12:00 PM IST

ફ્રેન્ચ આઇટી કંપની Capgemini એ ભારતીય કંપની WNSને $3.3 બિલિયન (લગભગ રૂ. 28 હજાર કરોડ)માં ખરીદવાની જાહેરાત કરી છે. Capgemini એ WNSના દરેક શેર $76.5 (રૂ. 6,570)માં ખરીદ્યા છે, જે 3 જુલાઈના બંધ ભાવ કરતા 17% વધુ છે. આ ડીલ દ્વારા Capgemini AI અને ડિજિટલ વ્યવસાય પ્રક્રિયાઓને મજબૂત બનાવવા માંગે છે. કેપજેમિની એજન્ટિક AI અને જનરેટિવ AIના ક્ષેત્રમાં પોતાને આગળ વધારવા માંગે છે. બંને કંપનીઓના બોર્ડ તરફથી મંજૂરી મળ્યા પછી આ સોદો વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.



બંને કંપનીઓને ફાયદો થશે?
કેપજેમિનીએ જણાવ્યું હતું કે આ સોદો તાત્કાલિક ક્રોસ-સેલિંગની તકો ખોલશે, એટલે કે બંને કંપનીઓ એકબીજાના ગ્રાહકોને તેમની સેવાઓ આપી શકશે. ઉપરાંત 2024માં બંનેની ડિજિટલ BPS (બિઝનેસ પ્રોસેસ સર્વિસીસ) માંથી સંયુક્ત આવક 1.9 બિલિયન યુરો થશે. જેનાથી કેપજેમિનીને તેના ગ્રાહકોને વ્યવસાય અને ટેકનોલોજી પરિવર્તનમાં વધુ સારી રીતે સહાય કરવામાં સક્ષમ બનાવશે.

AIથી બિઝનેસ કરવાની રીત બદલશે કેપજેમિની
કેપજેમિનીના સીઈઓ આઈમાન એઝાતે જણાવ્યું હતું કે WNSના આગમનથી કંપનીને AI-સંચાલિત બુદ્ધિશાળી કામગીરીમાં અગ્રણી બનવાની તક મળશે. હવે કંપનીઓ પરંપરાગત પ્રક્રિયાઓથી દૂર જઈ શકશે અને AI દ્વારા તેમના કામકાજને વધુ સ્માર્ટ બનાવી શકશે.

WNSના CEO શું કહ્યું?
WNSના CEO કેશવ મુરુગેશે જણાવ્યું હતું કે ''કેપજેમિનીમાં જોડાવાથી, બંને કંપનીઓ સાથે મળીને ગ્રાહકો માટે નવું મૂલ્ય બનાવશે. WNSની ડોમેન કુશળતા અને કેપજેમિનીની ટેકનોલોજી મળીને વ્યવસાય પ્રક્રિયાને વધુ સારી બનાવશે''

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now