Home Gujarat Cabinet Meeting Chaired By The Chief Minister In Gandhinagar

ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક : SIR મામલે શું ચર્ચા થઈ?, જાહેર સુવિધા અંગે અપાયા ખાસ સૂચનો, પ્રવક્તા મંત્રીએ આપી માહિતી

ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
Published by: OBS Bureau
Last Updated: Nov 25, 2025, 11:57 AM IST

CM Bhupendra Patel Cabinet Meeting : ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્ય સરકારે વિવિધ મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા અને નિર્ણયો લીધા હતા. બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મીડિયા સમક્ષ વિગતો આપી હતી.

કાર્યક્રમ સ્થળ નક્કી કરતા પહેલા જાહેર મુશ્કેલીઓનું ધ્યાન રાખવા સૂચન

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, 'તાજેતરમાં મુખ્યમંત્રીએ જામનગર પ્રવાસ દરમિયાન જાણવા મળ્યું કે એક પરિવારના લગ્ન કાર્યક્રમને કારણે સામાન્ય લોકોને અવરજવર મુશ્કેલ બની રહી હતી. આ બાબતનો સંજોગ જાણી મુખ્યમંત્રીના સુચનથી તરત જ કાર્યક્રમનું સ્થળ બદલવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમણે કોઈ પણ મોટો કાર્યક્રમ યોજતા પહેલા સ્થળ નક્કી કરતી વખતે જાહેર મુશ્કેલીઓનું ખાસ ધ્યાન રાખવામાં પણ સૂચનો આપ્યા છે'.

SIR મામલે શું કહ્યું

તેમણે આગળ જણાવ્યું કે, 'SIR મામલે કોઈપણ વિસ્તાર લોકોને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તેના માટે સતર્કતા અને યોગ્ય આયોજન કરવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ચાલી રહેલી વિવિધ ભરતી પ્રક્રિયાઓ અંગે પણ મુખ્યમંત્રી દ્વારા ચીફ સેક્રેટરી (CS) ને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે મંજૂર થયેલી તમામ ભરતી તાત્કાલિક પૂર્ણ કરવી. જેના અનુસંધાને CSએ તમામ સચિવોને જરૂરી સૂચનાઓ આપી દીધી છે'.

'સૌથી ઊંચો ધ્વજ મંદિરના શિખર પર સ્થાપિત કરવામાં આવ્યો'

પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, 'પાવગઢ અને અયોધ્યા સંબંધિત ધાર્મિક મહત્વના પ્રસંગોની પણ વાત કરી. તેમણે જણાવ્યું કે, “પાવગઢ ખાતે વડાપ્રધાનએ 500 વર્ષ પછી ધજા ચઢાવી હતી, અને તેવી જ રીતે સદીઓના સંઘર્ષ બાદ ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું. આજે અયોધ્યામાં સૌથી ઊંચો ધ્વજ મંદિરના શિખર પર સ્થાપિત કરવામાં આવ્યો છે.”

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ