8th pay commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. કેન્દ્ર સરકારે સોમવારે શરતોના સંદર્ભ (ToR) ને મંજૂરી આપી છે, 8મા કેન્દ્રીય પગાર પંચની રચના માટેની ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ કરી છે. વધુમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજન પ્રકાશ દેસાઈને કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
1 જાન્યુઆરીથઈ લાગુ થશે!
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટની બેઠક બાદ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કમિશન 18 મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરશે. સરકાર 1 જાન્યુઆરી, 2026 થી 8મા પગાર પંચની ભલામણો લાગુ કરવાનો ઇરાદો ધરાવે છે.
રચનાની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી?
એ નોંધવું જોઈએ કે કેન્દ્રીય સરકારી કર્મચારીઓના પગાર, પેન્શન અને સેવા શરતોની સમીક્ષા કરવા અને જરૂરી ફેરફારોની ભલામણ કરવા માટે સમયાંતરે કેન્દ્રીય પગાર પંચની રચના કરવામાં આવે છે. સામાન્ય રીતે દર 10 વર્ષે એક નવું પગાર પંચ રચવામાં આવે છે. આ ક્રમમાં, 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી, 2026થી લાગુ થવાની સંભાવના છે. સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, ભથ્થાં અને અન્ય લાભોની સમીક્ષા કરવા માટે જાન્યુઆરી 2025માં 8મા કેન્દ્રીય પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી.






