Home Gujarat Ca Results Declared Gujarat Students Feel Proud

CAનું પરિણામ જાહેર, ગુજરાતના વિદ્યાર્થીઓએ વધાર્યું ગૌરવ : અમદાવાદની 'ક્રિર્તિ' શર્માનો ઇન્ટરમીડિયેટમાં સેકન્ડ રેન્ક

CAનું પરિણામ જાહેર, ગુજરાતના વિદ્યાર્થીઓએ વધાર્યું ગૌરવ
Published by: OBS Bureau
Last Updated: Nov 03, 2025, 11:55 AM IST

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા સપ્ટેમ્બર મહિનામાં લેવાયેલી CA ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે ICAIએ સમયપત્રક કરતાં પહેલાં જ પરિણામો જાહેર કર્યા છે. આ વખતે ગુજરાતના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજ્યનું ગૌરવ વધાર્યું છે. અમદાવાદની કૃતિ શર્માએ CA ઇન્ટરમીડિયેટમાં ભારતસ્તરે બીજો રેન્ક મેળવ્યો છે, જ્યારે રાજકોટના જીગર રાચ્છને ફાઉન્ડેશનમાં ભારતસ્તરે 20મો રેન્ક મેળવ્યો છે.

CA ઇન્ટરમીડિયેટ પરીક્ષાના બંને ગ્રુપનું પરિણામ 10.06 ટકા

પરિણામ મુજબ CA ફાઈનલ પરીક્ષામાં 535 ઉમેદવારોએ ભાગ લીધો, જેમાંથી 124 ઉમેદવાર પાસ થયા છે. ફાઈનલ પરીક્ષાના બંને ગ્રુપનું કુલ પરિણામ 16.23 ટકા રહ્યું છે. 16,800માંથી 2,727 ઉમેદવાર સફળ રહ્યા છે. CA ઇન્ટરમીડિયેટ પરીક્ષાના બંને ગ્રુપનું પરિણામ 10.06 ટકા આવ્યું છે, જેમાં 36,398માંથી 3,663 ઉમેદવાર પાસ થયા છે. CA ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ 14.78 ટકા આવ્યું છે, જેમાં 98,827માંથી 14,609 ઉમેદવાર સફળ થયા છે. ગુજરાતના ઉમેદવારોએ આ પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં અમદાવાદના 6 ઉમેદવાર ટોપ 50માં સ્થાન પામ્યા છે, જ્યારે ફાઈનલ પરીક્ષામાં અમદાવાદના 5 ઉમેદવાર ટોપ 50માં સ્થાન ધરાવે છે.

CA ઇન્ટરમીડિયેટમાં રેન્ક મેળવનાર ઉમેદવારો

કૃતિ શર્મા – રેન્ક 2 (અમદાવાદ)

ખુશવંત કુમાર – રેન્ક 18

પાર્થ જેટની – રેન્ક 25

પ્રીત ઠક્કર – રેન્ક 25

દર્શિત વાસાણિયા – રેન્ક 29

દિયા શાહ – રેન્ક 40

CA ફાઉન્ડેશનમાં રેન્ક મેળવનાર ઉમેદવારો

સુમિત હસરાજની – રેન્ક 10 (અમદાવાદ)

ઇશા અરોરા – રેન્ક 20

આલોક પંચોરી – રેન્ક 23

મોક્ષિલ મહેતા – રેન્ક 27

સક્ષમ જૈન – રેન્ક 34

જીગર રાચ્છ – રેન્ક 20 (રાજકોટ)

તે ઉપરાંત, એલ. રાજલક્ષ્મીએ ફાઉન્ડેશન પરીક્ષામાં ટોચનું સ્થાન, નેહા ખાનવાનીએ ઇન્ટરમીડિયેટમાં, અને મુકુંદ અગીવાલે ફાઇનલ પરીક્ષામાં સ્થાન મેળવ્યું છે.

ICAIની સત્તાવાર વેબસાઇટ પર પરિણામ

ઉમેદવારો પોતાનું પરિણામ ICAIની સત્તાવાર વેબસાઇટ icai.org, icai.nic.in અને caresults.icai.org પર જઈને પોતાના 6 અંકના રોલ નંબર દાખલ કરીને જોઈ શકે છે. આ વર્ષની CA પરીક્ષામાં કુલ પાસ રેશિયો મધ્યમ રહ્યો છે, પરંતુ ગુજરાતના વિદ્યાર્થીઓએ ટોચના રેન્ક સાથે ફરી સાબિત કર્યું છે કે રાજ્યમાં પ્રોફેશનલ એકાઉન્ટિંગ ક્ષેત્રે પ્રતિભા ભરપૂર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ