Home Gujarat Bz Scam Accused Bhupendra Jhala High Court Gives Relief

BZ સ્કેમના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને હાઈકોર્ટની રાહત : જામીન મંજૂર, 1 વર્ષમાં કોર્ટમાં જમા કરાવવી પડશે રોકાણકારોની રકમ

BZ સ્કેમના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને હાઈકોર્ટની રાહત
Published by: OBS Bureau
Last Updated: Aug 26, 2025, 07:33 AM IST

સાબરકાંઠામાં પોન્ઝિ સ્કીમ કૌભાંડ કેસમાં આરોપી ભૂપેન્દ્ર ઝાલાને હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. BZ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને હાઈકોર્ટના જામીન આપ્યા છે. અત્રે જણાવીએ કે, આઠ મહિને જેલ બહાર આવશે ભૂપેન્દ્ર ઝાલા, ત્યારે હવે રોકાણકારોની તમામ રકમ 1 વર્ષમાં કોર્ટમાં જમા કરાવવાનું પણ કોર્ટે આદેશ કર્યો છે.

8 મહિના બાદ જેલ બહાર આવશે ભૂપેન્દ્ર ઝાલા

Bz સ્કેમમાં આરોપી ભૂપેન્દ્ર ઝાલા સામે સી.આઈ.ડી ક્રાઇમે 6 હજાર કરોડના સ્કેમની ફરિયાદમાં આરોપીના વકીલ દ્વારા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જે કેસમાં હાઇકોર્ટે ભૂપેન્દ્ર ઝાલાને રેગ્યુલર જામીન આપ્યા. સાથો સાથ કોર્ટે રોકાણકારોના રૂપિયા 1 વર્ષમાં કોર્ટ જમા કરાવવાનો પણ આદેશ કર્યો છે. Bz સ્કેમનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાને જામીન મળતા હવે તે 8 મહિના બાદ જેલ બહાર આવશે.

તમામ રકમ એક વર્ષમાં ચૂકવી દેવાશે: આરોપીની બાહેંધરી

કોર્ટને આપવામાં આવેલી બાહેંધરી મુજબ, GPID કોર્ટ સામે 5 કરોડ જમા કરાવી દીધા છે. રોકાણકારોને પૈસા પરત આપવા માટે પણ પહેલા મહિને 1 કરોડ, બીજા મહિને 2 કરોડ, ત્રીજા મહિને 3 કરોડ અને બાકીની રકમ સરખા 9 હપ્તામાં જમા કરાવવામાં આવશે. આમ રોકાણકારોની તમામ રકમ એક વર્ષમાં ચૂકવી દેવાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now