Home Business Business News Sensex Nifty Live Updated Black Monday Lose Offbeatstories

સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ થયું કડકભૂસ : ટ્રમ્પનાં ટેરિફ વોરની અસર, સેન્સેક્સ 3915 પોઈન્ટ, નિફ્ટીમાં 1150 પોઈન્ટ તૂટ્યો

સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ થયું કડકભૂસ
Published by: OBS Bureau
Last Updated: Apr 07, 2025, 07:31 AM IST

શેરબજાર સોમવારનાં દિવસે ખુલતાની સાથે જ કડકભૂસ થતાં કરોડો રૂપિયાનું ઘોવાણ થયું હતું. ડોનાલ્ડ ટ્રમ્પનાં ટેરિફ વોરની સીધી અસર ભારતીય શેર બજારમાં જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી ઈન્ડેક્સમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સસેક્સ 3915 પોઈન્ટ જ્યારે નિફ્ટીમાં 1150 પોઈન્ટ તૂટતાં રોકાણકારોમાં ગભરાહટ ફેલાઈ ગઈ છે. 


ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરની ભારતીય શેરબજાર પર ભયંકર અસર જોવા મળી છે. વિશ્વના બજારો તૂટતા સેન્સેક્સ જે અગાઉ 75364 પોઈન્ટ પર બંધ થયો હતો. તેમાં એક જ ઝાટકે 3914.75નો કડાકો થતાં સીધો 71449.94 પર આવી ગયો છે. જ્યારે નિફ્ટીની વાત કરવામાં આવે તો તેમાં પણ 1150 પોઇન્ટનો મોટો કડાકો જોવા મળ્યો છે. અને પ્રિ ઓપનીંગમાં નિફ્ટી ગગડીને સીધો 21758 પર પહોંચી છે.  જેનાં કારણે આશરે 20 લાખ કરોડનું ધોવાણ થયું છે. 


ખુલતા સત્રમાં જ તમામ BSE-લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ મૂડી ₹19.4 લાખ કરોડ ઘટીને ₹383.95 લાખ કરોડ થઈ હતી. તમામ ક્ષેત્રિય શેર ઇન્ડેક્સ રેડ ઝોનમાં ગરકાવ થઈ ગયા છે. યુ.એસ.માં વ્યાપારી તણાવ અને વધતી જતી મંદીની ચિંતાઓને કારણે વૈશ્વિક બજારના રૂટને પગલે, ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી, સોમવારે નોંધપાત્ર નુકસાન સાથે ખુલ્યા હતા.


પહેલેથી જ શેરબજારમાં ભૂકંપનાં સંકેત હતા

સોમવારનાં દિવસે સવારે શેરબજાર ખુલતા જ વૈશ્વિક સ્તરે ભૂકંપનાં સંકેતો જોવા મળ્યાં હતા. જેમાં મુખ્યત્વે એશિયન શેરબજારોમાં ભારે કડાકાની સ્થિતિ સર્જાઈ છે.  હોંગકોંગનો હેંગ સેંગ 9 ટકાથી વધુ જ્યારે જાપાનનો નિક્કેઈ પણ એકઝાટકે 8 ટકાથી વધુ ઘટ્યો હતો. જ્યારે વહેલી સવારે ગિફ્ટ નિફ્ટી તો શરૂઆતના ટ્રેડિંગમાં જ તે 900 પોઈન્ટથી વધુ તુટ્યો હતો. 


વેપારની શરૂઆતમાં કેટલું માર્કેટ ક્રેશ થયું
સોમવારના દિવસે વેપારની શરૂઆતમાં 30 મોટી કંપનીઓના શેર્સમાં મોટા કડાકાની સ્થિતિ દેખાઈ. દરમિયાન સૌથી મોટો કડાકો તાતા સ્ટીલના સ્ટોક્સમાં દેખાયો જે 10.43% સુધી ક્રેશ કરી 125.80 રૂપિયા પર આવી ગયા હતા. ઉપરાંત  તાતા મોટર્સ (8.29%), ઈન્ફોસિસ (7.01%), ટેક મહિન્દ્રા(6.85%), એલએન્ડટી (6.19%) એચસીએલ ટેક (5.95%), અદાણી પોર્ટ (5.54%), ટીસીએસ (4.99%) રિલાયન્સ (4.55%) અને એનટીપીસીના શેર્સમાં (4.04%) નો કડાકો બોલી ગયો હતો.


રોકાણકારોને 25 લાખ કરોડનું ધોવાણ

આજે સેન્સેકસ ૩૯૦૦ પોઇન્ટથી મોટા કડાકામાં સપડાયો છે, જ્યારે નિફ્ટી ૨૧,૮૦૦થી નીચે ખાબક્યો છે. જેનાં કારણે રોકાણકારોની સંપત્તિમાં અંદાજે ૨૫ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઇ ગયું છે. સેન્સેક્સ અને નિફ્ટીએ સોમવારના સત્રની શરૂઆત ભારે નુકસાન સાથે થતાં જે વૈશ્વિક બજારમાં વેચવાલીનું પ્રતિબિંબ છે.


કડાકાનું મુખ્ય કારણ શું?

આ કડાકાનું કારણ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ટેરિફ પોલિસી અને વૈશ્વિક બજારમાં તેના કારણે ફેલાયેલો ડર મનાઈ રહ્યું છે. અગાઉ જાપાન, હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયન શેરમાર્કેટમાં પણ કડાકાની સ્થિતિ દેખાઈ હતી જેનાથી સ્પષ્ટ છે કે ટ્રેડ વૉરની ચિંતા હવે દુનિયાભરને હચમચાવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now