Home Business Business News July Changes Train Travel Cost Tatkal Ticket Pan Aadhaar Link Gas Cylinder Price Drop

ટ્રેનનું ભાડું, ગેસ સિલિન્ડરનો ભાવ અને PAN કાર્ડના નિયમો બદલાઈ ગયા : આજથી દેશભરમાં 6 મોટા ફેરફાર લાગુ, ઉંચી આવકવાળાનો પણ પડી જશે વારો!

ટ્રેનનું ભાડું, ગેસ સિલિન્ડરનો ભાવ અને PAN કાર્ડના નિયમો બદલાઈ ગયા
Published by: OBS Bureau
Last Updated: Jul 01, 2025, 04:29 AM IST

July Changes: આજે 1 જુલાઈ છે અને આજથી તમારા જીવનમાં આવી જશે ઘણો મોટો બદલાવ. કારણકે, આજથી ટ્રેનનું ભાડું અને ગેસ સિલિન્ડરના ભાવ બદલાઈ ગયા છે. એટલું જ નહીં પાનકાર્ડને લિંક કરવાના નિયમોમાં પણ બદલાવ કરી દેવાયો છે. નવો મહિનો શરૂ થતાં જ 1 જુલાઈ 2025થી દેશમાં વિવિધ મહત્વના ફેરફારો લાગુ થયા છે. આજથી રેલવે ભાડું વધી ગયું છે, પાન કાર્ડ માટે આધાર ફરજિયાત બની ગયો છે, તો બીજી તરફ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત મળી છે.

આજથી કયા-કયા મોટા ફેરફાર લાગુ થયા?
1. રેલવે મુસાફરી મોંઘી: ટ્રેન ભાડામાં વધારો:
રેલવેએ ટ્રેનોના ભાડામાં પ્રતિ કિલોમીટર પ્રમાણે વધારો કર્યો છે:
AC કલેસ્ટર ટ્રેનોમાં: ₹0.02 પ્રતિ કિમીનો વધારો
નોન-AC મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં: ₹0.01 પ્રતિ કિમીનો વધારો
ઉદાહરણરૂપ:
500 કિમીની મુસાફરી માટે AC ટ્રેનોમાં ₹10 વધુ
1000 કિમી માટે ₹20 વધુ ચૂકવવા પડશે
આ નિર્ણય વધતા જાળવણી ખર્ચ અને ઓપરેશનલ ખર્ચના કારણે લેવાયો છે.

2. તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર ફરજિયાત:
હવે IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે, ખાસ કરીને તત્કાલ ટિકિટ બુકિંગ માટે.
વિન્ડો ખુલ્યા બાદ પ્રથમ 10 મિનિટમાં માત્ર આધાર વેરિફાઇડ યુઝર્સ જ ટિકિટ બુક કરી શકશે.
એજન્ટો પણ આ સમયગાળા દરમ્યાન ટિકિટ બુક કરી શકશે નહીં.
આ બદલાવથી દલાલો અને બોટ્સ દ્વારા બુકિંગ અટકશે અને સામાન્ય મુસાફરો માટે કન્ફર્મ ટિકિટ મેળવવું સરળ બનશે.

3. પાન કાર્ડ માટે આધાર ફરજિયાત:
1 જુલાઈ 2025થી પાન કાર્ડ માટે આધાર નંબર હોવો ફરજિયાત બની ગયો છે.
આધાર વગર હવે પાન કાર્ડ મેળવવું શક્ય નથી.
ઇ-પાન કાર્ડ વેબસાઈટ પરથી માત્ર 107 રૂપિયામાં અને 10 મિનિટમાં બનાવી શકાય છે.
પધ્ધતિ:
આવકવેરાની વેબસાઈટ પર જાઓ
'Instant e-PAN' વિકલ્પ પસંદ કરો
આધાર નંબર નાખો
OTP દ્વારા વેરિફિકેશન કરો
ઈ-પાન તરત ડાઉનલોડ કરો

4. UPI પેમેન્ટમાં હવે અસલી રિસીવરનું નામ જ દેખાશે:
NPCIના નવા નિયમ મુજબ હવે:
QR કોડ સ્કેન કરતી વખતે અથવા નંબર નાખતી વખતે ફક્ત અસલી રિસીવરનું નામ જ દેખાશે.
એડિટ કરેલું અથવા ભ્રામક નામ હવે નહીં દેખાય.
આ પગલાથી મિસ-ટ્રાન્સફર અને ઓનલાઈન છેતરપિંડી અટકાવામાં મદદ મળશે.

5. MG મોટર્સની કાર મોંઘી:
JSW-MG મોટર્સે પોતાના તમામ મોડેલો માટે 1.5% સુધી ભાવ વધારાની જાહેરાત કરી છે.
કંપનીએ આ નિર્ણય વધતા ઉત્પાદન અને લોજિસ્ટિક્સ ખર્ચને કારણે લીધો છે.
જાન્યુઆરી 2025માં પણ 3% ભાવ વધારો કર્યો હતો.

6. કોમર્શિયલ ગેસ સિલિન્ડર ₹58.50 સસ્તો:
19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો છે:
શહેર નવી કિંમત જૂની કિંમત તફાવત
દિલ્હી ₹1665.00 ₹1723.50 ₹58.50
કોલકાતા ₹1769.00 ₹1826.00 ₹57
મુંબઈ ₹1616.50 ₹1674.50 ₹58
ચેન્નઈ ₹1823.50 ₹1881.00 ₹57.50

ઘરેલુ સિલિન્ડર અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

1 જુલાઈથી લાગુ થયેલા આ ફેરફારો સીધા તમારા દૈનિક જીવન પર અસર કરશે. જ્યારે કેટલીક વસ્તુઓ મોંઘી થઈ છે (ટ્રેન ભાડું, કાર), ત્યારે કેટલાક ક્ષેત્રે રાહત (ગેસ સિલિન્ડર, પેમેન્ટ સિક્યુરિટી) પણ મળી છે. આધારના ઉપયોગને વધારવા માટે સરકાર પગલાં લઈ રહી છે, જેના કારણે છેતરપિંડી રોકી શકાય અને ડિજિટલ વ્યવહાર વધુ સુરક્ષિત બને.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now