નોકરી કરનારી વ્યક્તિના મનમાં એકવાર તો વિચાર આવે કે આ બધી ઝંઝટમાંથી મુક્ત થઈને પોતાનો નાનો મોટો બિઝનેસ કરવાનો. પરંતુ બિઝનેસમાં મોટા મૂડી રોકાણની જરૂર રહેતી હોવાથી લોકો આ વિચાર માંડી વાળતા હોય છે.ત્યારે અહીં એવા બિઝનેસ કન્સેપ્ટની વાત કરવી છે, જેમાં તમારે વધારે મૂડી રોકવાની જરૂરી નહીં પડે અને સારી એવી કમાણી કરી શકશો. અહીં આપણે જે વ્યવસાયની વાત કરીએ છે, તે ખાવાના વ્યવસાય સાથે જોડાયેલો છે. આ બિઝનેસ સિમિલરલી રેસ્ટોરન્ટ જેવો જ છે. અહીં આપણે વાત ક્લાઉડ કિચન બિઝનેસની કરી રહ્યા છીએ.
જો તમને ફૂડ વેરાયટીની સમજ છે, 100 સ્કવેર ફૂટ જેટલી જગ્યા રાખી શકો છો, અથવા ભાડે લઈ શકો છો તો ક્લાઉડ કિચન સફળતાપૂર્વક ચલાવી શકો છો. ક્લાઉડ કિચન શબ્દ કોરોનાકાળમાં સૌથી વધારે પ્રચલિત થયો. ફૂડ ઈન્ડસ્ટ્રીની, ટેસ્ટની અને માર્કેટની સમજણ હોય તો તમે ક્લાઉડ કિચન શરૂ કરી શકો છો.
કોઈપણ જગ્યાએ સરળતાથી શરૂ
કરાય
જો કોઈ રેસ્ટોરન્ટ શરૂ કરવી હોય તો જગ્યા એક મહત્વનું પરિબળ સાબિત થાય છે, પરંતુ ક્લાઉડ કિચન વ્યવસાયમાં કોઈપણ જગ્યાએથી આ બિઝનેસ શરૂ કરી શકાય છે. અહીં ડાઈનિંગ એરિયા હોતો નથી, માત્ર ફૂડ પ્રિપેર કરીને તેને ડિલિવર જ કરવાનું હોય છે. ક્લાઉડ કિચન સેટઅપ એટલે માત્ર ભોજન તૈયાર કરવા અને તેને તેના માલિક સુધી પહોંચાડવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
ક્લાઉડ કિચન કેવી રીતે કામ કરે?
કેટલાક વિસ્તારોમાં ગ્રાહક જે તે દુકાનમાં જાય છે, પોતાના ફૂડનો ઓર્ડર આપે છે, રસોડામાં તે વાનગી તૈયાર થાય ત્યા સુધી ગ્રાહકને રાહ જોવી પડે છે. અહીં ગ્રાહકને ત્યા જ જમવાનો વિકલ્પ મળતો નથી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ઝોમેટો, સ્વિગી જેવા ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સાથે ક્લાઉડ કિચન કનેકટેડ હોય છે. મતલબ કે ક્લાઉડ કિચન્સના મેનુ ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ પર પણ મળી રહે છે. આ સિવાય કોઈ ક્લાઉડ કિચન પોતાની વેબસાઈટ કે એપ્લિકેશન પણ ચલાવતા હોય છે. ક્લાઉડ કિચન ઓનર્સ પોઈન્ટ ઓફ સોફ્ટવેર મારફતે ઓર્ડર મેળવતા હોય છે. મતલબ કે ગ્રાહક ઓર્ડર આપે, સ્ટાફ ભોજન તૈયાર કરે અને તે કસ્ટમર સુધી ડિલિવર થાય.. અહી ડાઈનિંગ એરિયા, વેઈટર સ્ટાફ સહિતનો ખર્ચો બચી જાય છે.
ક્લાઉડ કિચન શરૂ કરવા માટેની જરૂરિયાતો
ક્લાઉડ કિચન માટે યોગ્ય સેટઅપની જરૂરિયાત હોય છે.જેમ કે ભારતીય બર્નર, ચાઇનીઝ બર્નર અને સ્ટેનલેસ સ્ટીલ ટેબલ સહિત મૂળભૂત સેટઅપની કિંમત સામાન્ય રીતે રૂ. 60,000 થી રૂ. 70,000 જેટલી હોય છે. ખર્ચ ઘટાડવા માટે, સેકન્ડ હેન્ડ વિકલ્પોનો વિચાર કરી શકાય છે. પિઝા અથવા બેકડ સામાન માટે ઓવનની જરૂરિયાત રહે છે. સરેરાશ રૂ. 5 લાખ ઓછામાં ઓછા ખર્ચની તૈયારી રાખવી પડે છે.
ક્લાઉડ કિચનની સરેરાશ કમાણી
શરૂઆતમાં ક્લાઉડ કિચન બિઝનેસમાં 20થી 25 ટકા સુધી નફાનો માર્જીન હોય છે. પરંતુ આ બધુ તમારા ક્લાઉડ કિચનને મળતા ઓર્ડર પર નિર્ભર કરે છે. જો તમે દરરોજના 20થી 25 ઓર્ડર મેનેજ કરો છો, અને પ્રત્યેક ઓર્ડરની કિંમત સરેરાશ રૂ.200-250 વચ્ચેની છે, તો તમને મહિને રૂ.2 લાખથી રૂ. લાખની ગ્રોસ આવક થાય છે. આ તમારો ઘરે આવતો નફો નથી. અહીં તમારે બીજા ખર્ચા અને થર્ડ પાર્ટી પ્લેટફોર્મને ચૂકવાતા રૂપિયા બાદ કરવા પડશે, મતલબ કે સરેરાશ માસિક નફો રૂ. 50 હજારથી 90 હજાર સુધીનો નફો કમાઈ શકો છો.
સરળ નથી કલાઉડ કિચન માટેની પ્રક્રિયા
રેસ્ટોરન્ટ શરૂ કરતી વખતે લાયસન્સ નિર્ણાયક છે. અહીં કેટલાક લાઇસન્સ છે જેની તમને સરળ શરૂઆત માટે પ્રથમ મહિનામાં જરૂર પડશે:
- FSSAI લાઇસન્સ: ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનું લાઈસન્સ મેળવવું આ વ્યવસાય માટે ફેળવવું ફરજિયાત છે તે ખાતરી કરે છે કે તમારું રસોડું સલામતી અને સ્વચ્છતાના ધોરણોને પૂર્ણ કરે છે. આ લાઈસન્સ માટે એજન્ટ ફી સહિત લગભગ રૂ.2,000નો ખર્ચ થાય છે.
- ટ્રેડમાર્ક નોંધણી: તમારા રસોડાના નામ અથવા લોગોની નોંધણી કરીને તમારી બ્રાન્ડને સુરક્ષિત કરો. આનો ખર્ચ આશરે રૂ. 6,000 છે, જે એટર્ની ફીને ધ્યાનમાં લે છે.
- મ્યુનિસિપલ ટ્રેડ લાયસન્સ: સ્થાનિક વિસ્તારમાં તમારી કામગીરીને કાયદેસર બનાવવા માટે આ જરૂરી છે. તેની કિંમત આશરે રૂ.1,000 છે.
- ગેસ કનેક્શન: રસોડામાં ગેસનો ઉપયોગ કરવા માટે, તમારે ગેસ કનેક્શન અને જરૂરી સુરક્ષા પગલાંની જરૂર પડશે. જેની કિંમત આશરે રૂ.5,000 હશે.
- વીજ જોડાણ: લગભગ રૂ. 20,000 ની ડિપોઝીટ સાથે, વીજળીનું જોડાણ મેળવીને તમારા રસોડાને પાવર આપો.
- ફાયર NOC: રસોડામાં આગ લાગતી હોવાથી, ફાયર વિભાગ તરફથી રૂ. 1,000માં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવો.




















