Home Business Business Petrol Diesel Price Changes In India

આંતરરાષ્ટ્રીય ક્રૂડ બજારમાં કાચા તેલના ભાવમાં ઘટાડો : જાણો! શું જોવા મળી પેટ્રોલ-ડીઝલના ભાવમાં અસર

આંતરરાષ્ટ્રીય ક્રૂડ બજારમાં કાચા તેલના ભાવમાં ઘટાડો
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2025, 04:14 AM IST

સરકારી તેલ કંપનીઓએ શુક્રવારના પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેર કરી છે. ગ્લોબલ માર્કેટમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો થયો છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ 80 ડૉલરની નીચે જતા જોવા મળ્યા છે, આ ભાવ ઘટાડાની અસર ઘરેલુ બજારમાં પણ જોવા મળી છે. કાચા તેલની કિંમતમાં 24 કલાકમાં જ ઘટાડો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 78.29 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયો છે. WTIનો રેટ પણ ઉછળ્યો જેની સાથે 74.27 ડૉલર પ્રતિ બેરલ થયો છે.  જો કે દિલ્હી-મુંબઈ જેવા મોટા શહેરોમાં ઈંધણના ભાવમાં કોઈ ખાસ ફરક જોવા મળ્યો નથી.

દેશના ચાર મહાનગરોમાં ઈંધણના ભાવ (પ્રતિ લીટર)

શહેર           પેટ્રોલ  (રૂ.)                 ડીઝલ (રૂ.) 

દિલ્હી          96.65                          89.82

મુંબઈ          106.31                           94.27

ચેન્નઈ          102.63                            94.24

કોલકત્તા       106.03                           92.72

 

ગુજરાતના શહેરોમાં ઈંધણના ભાવ (પ્રતિ લીટર)

શહેર                   પેટ્રોલ(રૂ.)              ડીઝલ(રૂ.)

અમદાવાદ             94.70                 90.38

વડોદરા                 94.13                  89.80

સુરત                   94.57                 90.26

રાજકોટ                94.29                 89.98

ભાવનગર              96.10                  91.78 

જામનગર              94.50                 90.17

 

દરરોજ બદલાય ઈંધણની કિંમત

પેટ્રોલ-ડીઝલના ભાવમાં દૈનિક વધઘટ જોવા મળે છે.  એક્સાઈઝ ડ્યુટી, વેટ, ડીલર કમિશન ઉમેર્યા પછી ઈંધણની મૂળ કિંમત કરતા ભાવ બમણા થાય છે.  આંતરરાષ્ટ્રીય બજારમાં થતા ફેરફારની અસર ઈંધણના ભાવ વધઘટમાં જોવા મળે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now