logo-img
Bus Driver Crushes Young Man On Rajkot Gondal Highway

રાજકોટ-ગોંડલ હાઈવે પર બસ ચાલકે યુવકને કચડ્યો! : બાઇક ચાલકનું માથું ફાટી જતા મોત, બસ ડ્રાઈવર ફરાર

રાજકોટ-ગોંડલ હાઈવે પર બસ ચાલકે યુવકને કચડ્યો!
Published by: Offbeat Team
| Last Updated: Sep 02, 2025, 06:40 AM IST

Rajkot-Gondal Highway Accident: ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે પર ભરૂડી ગામના પાટિયા નજીક GSRTCની એક બસે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક સવારનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અત્રે જણાવીએ કે, અકસ્માત બાદ એસ.ટી. બસનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જે સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


અકસ્માતમાં એકનું મોત

GSRTCની એક બસે બાઈક ચાલકને અડફેટે લીધી હતી. અકસ્માતમાં એસટી બસનું ટાયર ફરી વળતાં તે યુવકનું માથું ફાટી ગયું હતું અને ઘટનાસ્થળે જ મોત થયું હતું.

મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો

સમગ્ર ઘટનાની જાણ ગોંડલ તાલુકા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો જે મામલે વધુ તપાસ હાથ ધરી છે. યુવકના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરાશે.

મૃતક બાઈક સવારની ઓળખ

મૃતક ભાવિકભાઈ નરેશભાઈ લશ્કરી ગોંડલ શહેરના ભોજરાજપરા નરશીમંદિર પાસે રહેતો હતો. તેને અંદાજે ઉંમર આશરે 27 વર્ષ હતી. અકસ્માત સર્જાયેલા બાઈકનો નંબર GJ03 MS 8569 છે. સિંધાલ પાવર પ્રેસ લિમિટેડ શાપર વેરાવળ નામની કંપનીમાં કામ કરતો હતો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now