Home Business Budget 2025 Here Is What Tech Sector Expecting Including Duty Cut On Phones

બજેટમાં સ્માર્ટ ફોન, ઈલેક્ટ્રિક પ્રોડકટ્સ માટે થઈ શકે છે મોટી જાહેરાત : લોકોને મોટો ફાયદો

બજેટમાં સ્માર્ટ ફોન, ઈલેક્ટ્રિક પ્રોડકટ્સ માટે થઈ શકે છે મોટી જાહેરાત
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2025, 06:22 AM IST

1 ફેબ્રુઆરીએ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકોને બજેટમાંથી રાહત મળવાની આશા છે. ટેક સેક્ટરની વાત કરવામાં આવે તો ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સની કિંમતો ઘટી શકે છે. તો ચાલો જાણીએ કે આ સેક્ટરને બજેટમાંથી શું અપેક્ષાઓ છે અને શું સ્માર્ટફોન અને અન્ય પ્રોડક્ટ્સ ખરીદવા માટે તેમના ખિસ્સા પરનો બોજ ઓછો થશે કે વધશે?

આયાત ડ્યુટી ઘટાડવાની માગ
સરકાર બજેટમાં નવા સ્માર્ટફોન ખરીદનારા લોકોને થોડી રાહત આપી શકે છે. મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ સરકાર પાસે આયાત ડ્યુટી ઘટાડવાની માગ કરી. જો ફોનમાં ઉપયોગમાં લેવાતા પાર્ટ્સ પર ઓછી આયાત ડ્યુટી લાગે છે, તો તેનો અર્થ એ છે કે લોકોએ ફોન માટે ઓછા પૈસા ચૂકવવા પડશે. સરકાર બજેટમાં ઈમ્પોર્ટ ડ્યૂટીમાં કાપની જાહેરાત કરી શકે છે.

અન્ય ઈલેક્ટ્રોનિક ડિવાઈસિસ થઈ શકે છે સસ્તા
ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ પણ બજેટમાં સસ્તા થઈ શકે છે. ફોન કંપનીઓની જેમ ઈન્ડિયન સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશને પણ સરકાર પાસે આવી માગ કરી રહ્યાં છે. હકિકતમાં એસોસિએશન ઈચ્છે છે કે સરકાર આ ઉત્પાદનોમાં ઉપયોગમાં લેવાતા પાર્ટ્સ પરનો ટેક્સ ઓછો કરે. જો આ માગ સ્વીકારવામાં આવે તો સ્માર્ટ ટીવી સહિત અનેક પ્રોડક્ટ્સની કિંમતો ઘટી શકે છે.

ટેલિકોમ સેક્ટરમાં પણ રાહતની અપેક્ષા
ટેલિકોમ કંપનીઓ પણ આયાત ડ્યુટી અને લાઇસન્સ ફી વગેરેમાં ઘટાડો કરવાની માગ કરી રહી છે. જો સરકાર આ માગણી સ્વીકારશે તો કંપનીઓને રાહત મળશે. તેઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર તેમનું રોકાણ વધારી શકે છે, જેથી વધુ ગ્રાહકોને સારી સર્વિસ મળી શકે. આવી સ્થિતિમાં સમગ્ર દેશની નજર 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટ પર ટકેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now