Home Gujarat Brutal M Of A Young Man In Jamnagar

Jamnagar માં સરેઆમ યુવકની ક્રૂર હત્યા : જાહેરમાં જયેશનો જીવ કોણ લીધો? પોલીસે તપાસ તેજ કરી

Jamnagar માં સરેઆમ યુવકની ક્રૂર હત્યા
Published by: OBS Bureau
Last Updated: Dec 10, 2025, 11:43 AM IST

Jamnagar Crime News : જામનગરમાં ધોળા દિવસે સરાજાહેર હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી 49 મા રોડ પર એક યુવાનની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. ઘટનાથી સ્થાનિક લોકોમાં ભય અને ચકચાર ફેલાઈ ગઈ છે.

જયેશ ચાવડાની હત્યા

પ્રાથમિક માહિતી મુજબ, મૃતકની ઓળખ 32 વર્ષીય જયેશ ચાવડા તરીકે થઈ છે. આરોપીએ ગળા તથા શરીરના ભાગ પર હુમલો કર્યો હોવાથી જયેશ ચાવડાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા જ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી દીધી છે. ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી વધુ પુરાવા એકત્ર કરી રહી છે.

હત્યા પાછળના કારણો સ્પષ્ટ થયા નથી

હાલ હત્યા પાછળના કારણો સ્પષ્ટ થયા નથી, પરંતુ પોલીસે વિવિધ એંગલથી તપાસ શરૂ કરી છે. નજીકના CCTV ફૂટેજ પણ મેળવવામાં આવ્યા છે જેથી આરોપીની ઓળખ અને ઘટનાક્રમ સ્પષ્ટ થઈ શકે. આ અચાનક બનેલી જાહેર હત્યાએ શહેરમાં સુરક્ષા અંગે ફરી પ્રશ્નો ઊભા કર્યા છે અને પોલીસે આરોપીને ઝડપવા માટે ત્રાટકેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ