રાજ્યમાંથી અવારનવાર લાંચ લેતા અધિકારીઓ ઝડપાતા હોય છે. ત્યારે સુરતના કાપોદ્રામાંથી આવી જ એક ઘટના સામે આવી છે. ગુજરાતમાંથી સતત લાંચ લેતા અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે સુરત શહેરમાં કાપોદ્રા પોલીસ મથકના બે પોલીસ અધિકારીઓ સાથે એક વ્યક્તિને 63 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા છે.
મળતી માહિતી અનુસાર સુરત શહેરમાંથી લાંચિયા પોલીસ ઝડપાયા છે. ફરીયાદી વિરૂધ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પૈસાની લેતી દેતી બાબતે અરજી થઈ હતી જે અરજીની તપાસ આ પોલીસ અધિકારીઓ કરી રહ્યા હતા. જે અરજીની તપાસમાં ફરીયાદીને બાકી નીકળતા રૂપિયા આપી દેવા સારુ ફરીયાદીને વારંવાર દબાણ કરતા હોવાનું સામે આવ્યું છે. તેમજ જે બાકીના રૂપિયા અપાવવાના હતા તેમાંથી ઓછું કરાવીને બાકી નીકળતા રૂપિયા પૈકી ઉપરના રૂ. 63 હજાર આરોપી અધિકારીએ પોતાને આપી દેવા જણાવી ગેરકાયદેસર રીતે લાંચની માંગ કરી હતી.
નોંધનીય છે કે, ફરીયાદીએ વડોદરા ACBમાં સંર્પક કરી ફરીયાદ કરી હતી. જેને આધારે ACB ત્રણ આરોપીને હિરાબાગ પોલીસ ચોકીમાંથી ઝડપી પાડ્યા છે. ઝડપાયેલ આરોપીમાં PSI મધુબેન અમીભાઇ રબારી, ASI નવનીતકુમાર હમીરભાઇ જેઠવા જે બંને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે. તેમની સાથે માનસિંહ રામભાઇ સિસોદિયા નામક એક ખાનગી વ્યકિત પણ ઝડપાયો છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ






