Home Gujarat Breaking News Plane Crash At Amreli Pilot Died Offbeat Stories

Plane Crash : અમરેલીના રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ, અકસ્માતની ઘટનામાં પાયલોટનું મોત

Plane Crash
Play Video
Published by: OBS Bureau
Last Updated: Apr 22, 2025, 08:50 AM IST

Amreli Plane Crash: ગુજરાતના અમરેલી જિલ્લામાં પ્લેન ક્રેશની ઘટના સામે આવી છે. અમરેલીના ગિરીયા રોડ પર આવેલાં રહેણાંક વિસ્તારમાં અચાનક એક પ્લેન આવી પડતા સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં પાયલોટનું મોત નીપજ્યું છે. અકસ્માતને પગલે પ્લેનનો મોટાભાગનો હિસ્સો હાલ બળીને ખાખ થઈ ગયો છે. જોકે, રહેણાંક વિસ્તારમાં અચાનક આકાશથી પ્લેન કઈ રીતે આપી પડ્યું એ એક મોટો સવાલ છે.

આ પ્લેન એક ખાનગી કંપનીનું હોવાની માહિતી સામે આવી છે. આ એક ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટનું પ્લેન હતું. જેમાં સવાર પાયલોટ હજુ ટ્રેનિંગ લઈ રહ્યો હતો. પ્લેન ક્રેશની ઘટનામાં જેનું મૃત્યુ નીપજ્યું છે તે પાયલોટની ઉંમર માત્ર 19 થી 20 વર્ષની જ હતી. વિમાન ઉડાવવાની ટ્રેનિંગ લઈ રહેલાં પાયલોટની ભૂલને કારણે પ્લેન વૃક્ષ સાથે અથડાતાં આ અકસ્માત થયો છે. પ્લેન ક્રેશ થવાને કારણે મોટો વિસ્ફોટ થતાં વિકરાળ આગ લાગી હતી. જેથી પાયલોટ ઉપરાંત પણ એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હોવાનું પણ સામે આવ્યું છે. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જાવામાં આવ્યો છે.


રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશની ઘટનાએ રાજ્યભરમાં સનસનાટી મચાવી દીધી છે. ઘટનાને પગે અમરેલીના કલેક્ટર, અમરેલી જિલ્લાના એસપી અને ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ત્યાં દોડી આવ્યાં હતાં. રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશની ઘટનાથી સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે તંત્ર દ્વારા હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.  ઘટનાની જાણ થતા ખાનગી કંપની જેનું પ્લેન હતુ તે ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now